મહારાષ્ટ્રઃ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું લાગ્યા પોસ્ટર ? જાણો વિગત
abpasmita.in | 26 Nov 2019 06:49 PM (IST)
સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું હતું.
મુંબઈઃ સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું છે. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું હતું. સોમવાર સાંજથી જ પવાર પરિવારે અજીત પવારને મનાવવાની કોશિશ વેગવંતી કરી દીધી હતી. આજે સવારે મુંબઈની ટ્રાઈડેંટ હોટલમં શરદ પવાર, સુપ્રિયા સુલે, પ્રફુલ પટેલ અને જયંત પાટિલે અજીત પવાર સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગના ગણતરીના કલાકોમાં જ અજીત પવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત સંજય રાઉતે જાહેરાત કરી કે, ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે પસંદ કરી લેવામાં આવશે. પાંચ વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહેશે. આ ઉપરાંત અજીત પવાર પણ અમારી સાથે છે. આજે સાંજે મુંબઈમાં એનસીપીના કાર્યકર્તાઓ દ્વારા “અજીત દાદા, વી લવ યુ”ના પોસ્ટર્સ સાથે પ્રદર્શન કર્યું હતું. સુરતઃ હેલમેટ વગર જતી હતી મહિલા, પોલીસે અટકાવીને આપ્યો મેમો ને પછી....... શરદ પવારે એવો શું પાવર દેખાડ્યો કે માની ગયા અજીત પવાર ? જાણો વિગત મહારાષ્ટ્રઃ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લેશે CM પદના શપથ, જાણો કોણ-કોણ બનશે નાયબ મુખ્યમંત્રી