NCP Ajit Pawar Takes Oath: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજીત પવારે મહારાષ્ટ્રમાં શિન્દે સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે, આ સાથે જ તેઓ વિધિવત રીતે મહારાષ્ટ્રની શિન્દે સરકારમાં સામેલ થઇ ગયા છે.


અજીત પવારે મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લઇ લીધા, રાજ્યપાલ રમેશ બૈસે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન અજીત પવારના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.


બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં 40થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના નિર્ણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા છે.






અજિત પવારનું આજે વિધિવત રીતે શિન્દે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિન્દે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિન્દે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.






















--


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial