MLA અદિતિ સિંહ કોંગ્રસના કયા MLA સાથે લગ્નગ્રંથીથી જોડાઈ? તસવીરોમાં જુઓ કેવો હતો માહોલ?
abpasmita.in | 25 Nov 2019 11:57 AM (IST)
અંગદ અને અદિતિ બંને ધારાસભ્ય છે અને બંનેએ પહેલીવાર 2017માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા.
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશનાં રાયબરેલીથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહે 21 નવેમ્બરે પંજાબ કોંગ્રેસનાં નેતા અંગદ સિંહ સૈની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ હતી. અદિતિ સિંહે સોશિયલ મીડિયામાં મેરેજની તસવીરો પોસ્ટ કરી હતી. અંગદ અને અદિતિ બંને ધારાસભ્ય છે અને બંનેએ પહેલીવાર 2017માં ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. આ પ્રસંગે સ્થાનિક નેતાઓએ લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. અદિતિએ ફોટો શેર કરતાં લખ્યું હતું કે, તમારા તમામનાં આશીર્વાદથી વૈવાહિક નવજીવનની શરૂઆત કરવા જઈ રહી છે. આ શુભ અવસરે તમારા તમામનો સ્નેહ, પ્રેમ અને આશીર્વાદની આકાંક્ષી તમારી બેટી અદિતિ અંગતસિંહ.