પુણેઃ મોનસૂન હવે તેના અંતિમ તબક્કામાં છે પરંતુ મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે. પુણેમાં વિતેલી રાત્રે ભારે વરસાદ ખાબક્યો છે. મૂશળધાર વરસાદને કારણે રસ્તાથી લઈને ઘરમાં વરસાદી પાણી  ભરાઈ ગયા છે. જ્યારે સહકાર નગર નિગમ વિસ્તારમાં દીવાલ પડવાને કારણે 5 લોકોના મોત થયા છે. પુણે જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજાની જાહેરાત કરી છે.

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મૃતકોનો આંકડો હજુ વધી શકે છે. સ્થિતિને જોતાં એનડીઆરએફની ત્રણ ટીમો મોકલવામાં આવી છે જે રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. આ ઉપરાંત, પૂરમાં ડૂબવાના કારણે વધુ બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ફાયર બ્રિગેડને તેમના મૃતદેહ ઘટનાસ્થળની પાસેથી મળી આવ્યા છે.



ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પુણેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવલ કિશોર રામે વરસાદ અને પૂરની સ્થિતને જોતાં ગુરુવારે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

નોંધનીય છે કે, પુણેમાં ચોમાસું ઘણું સક્રિય છે જેના કારણે ત્યાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળે વૃક્ષો અને વીજથાંભલા પડતાં અનેક ગાડીઓને નુકસાન થયું છે. પુણેમાં વરસાદને કારણે લોકને ઘરની હાર ન નીકળવામાં મુશ્કેલીનો સામોન કરવો પડી રહ્યો છે. બીજી બાજુ દરિયામાં પાણીનું સ્તર વધવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.