નવી દિલ્હીઃ એન્ટિગુઆ અને બારબુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેન્ક (PNB) ફ્રોડના આરોપી મેહુલ ચોકસીને ‘દગાબાજ’ ગણાવ્યા છે. સંયુકત રાષ્ટ્ર સંમેલનમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા બ્રાઉને કહ્યું કે મને પૂરતી માહિતી મળી છેકે મેહુલ ચોક્સી એક દગાબાજ (ક્રુક) છે. તેમનો કેસ કોર્ટની પાસે છે. અત્યારે તો અમે કંઇ કરી શકીએ તેમ નથી, પરંતુ એટલું કહેવા માંગીશ કે અમારો મેહુલ ચોકસીને એન્ટિગુઆ અને બારબુડામાં રાખવાનો કોઇ ઇરાદો નથી.


પીએમ બ્રાઉને કહ્યુ કે મેહુલ ચોકસીએ એન્ટિગુઆના સિટિઝનશિપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને નુકસાન પહોંચાડ્યું છે. નોંધનીય છે કે, ચોકસીએ એન્ટિગુઆના અ પ્રોગ્રામનો ઉપયોગ કરીને એન્ટિગુઆની નાગરિકતા લઈ લીધી હતી.



પંજાબ નેશનલ બેંક (PNB) ગોટાળામાં દેશને લગભગ 14 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને વિદેશ ફરાર થઈ જનારા હીરા વેપારી મેહુલ ચોકસીની નાગરિકતા એન્ટિગુઆ સરકારે રદ કરી દીધી હતી. એન્ટિગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉને મેહુલની નાગરિકતા રદ કરતી વખતે કહ્યુ હતું કે, મેહુલ ચોકસીને પહેલા અહીંની નાગરિકતા મળેલી હતી, પરંતુ હવે તેને રદ કરવામાં આવી રહી છે અને ભારત પ્રત્યર્પિત કરવામાં આવી રહ્યા છે. અમે કોઈ પણ અપરાધીને પોતાના દેશમાં સુરક્ષિત ઠેકાણુ્ર નહીં દઈએ.

બ્રાઉને ડીડી ન્યૂઝ સાથે વાત કરાતં કહ્યું કે તેમને ખબર નોહતી કે ચોકસી દગાખોર (ક્રુક) છે નહીં તો તેમને નાગરિકતા જ ના આપત. તેને ભારત પ્રત્યર્પિત કરાશે કારણ કે તેઓ એન્ટિગુઆનું સમ્માન વધારી રહ્યા નથી. તેમણે ડીડી ન્યૂઝને કહ્યું કે અમારા દેશમાં એક સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થા છે અને આ કેસ કોર્ટની સામે છે. આથી કેસમાં સરકારની પાસે કોઇ અધિકાર નથી. જેમ કે તમે જાણો છો, ગુનેગારો માટે પણ એક પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. તેમણે (ચોકસી ને) કેટલીય વખત અપીલ કરી અને જ્યાં સુધી તેમની તમામ અપીલ પર સુનવણી ખત્મ નથી ત્યાં સુધી અમે કંઇ જ કરી શકતા નથી. પરંતુ એકવખત તેમની તમામ અપીલ ખત્મ થઇ ગઇ તો તેમને ભારત પ્રત્યર્પિત ચોક્કસ કરાશે.