દેવેન્દ્ર ફડવણીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં અજિત પવાર ચર્ચિત ચહેરો હતા ઉપરાંત વધુ એક ચહેરા આ ઘટનાક્રમમાં ચર્ચાનો વિષય બન્યા હતા. એ ચેહરો છે ભાજપના ચાણક્ય રહેલ ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડે હતા.
ધનંજય મુંડેએ જ એ જ વ્યક્તિ છે જેમણે અજિત પવારના નેતૃત્વમાં વિધાયકોને પોતાના પક્ષમાં કર્યાં હતાં અને ભાજપના સમર્થન માટે તેમને તૈયાર કર્યા હતાં. મુંડે અજિત પવારના ખાસ ગણાય છે. તેમના પીએ ફડણવીસના શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યા હતાં. મહારાષ્ટ્રના પરાલીથી તેઓ ચૂંટણી જીતીને આવ્યાં છે.
જોકે હવે ધનંજય મુંડેએ યૂટર્ન લીધો છે. ધનંજય મુંડેએ પોતે શરદ પવારની સાથે જ હોવાની અને તેમને લઈને કોઈ જ ભ્રમણા ના ફેલાવવાની વિનંતી કરી હતી. ડેપ્યુટી સીએમ અજિત પવારના ટ્વીટ બોમ્બ બાદ શરદ પવારનો વળતો જવાબ અને હવે ધનંજય મુંડેની ટ્વીટે અજીત પવારને ઝાટકો આપ્યો છે.
એનસીપી નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે – તેઓ શરદ પવારની સાથે છે. મુંડેએ એમ પણ કહ્યું છે કે તેમના અંગે કોઈ અફવાઓ ફેલાવવામાં ન આવે.
માનવામાં આવે છે કે શનિવારે જે ધારાસભ્યોને લઈને અજીત પવાર રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં તે તમામ ધનંજય મુંડેના ઘર પર જ એકત્ર થયા હતાં. ધનંજય મુંડેને દેવેન્દ્ર ફડણવીસના નજીકના માનવામાં આવે છે. હવે ધનંજય મુંડેએ પોતે જ ટ્વિટ કરીને કહ્યું છે કે, હું પાર્ટીની સાથે જ છું. શરદ પવારની સાથે છું. અફવાઓ ના ફેલાવવામાં આવે.