મુંબઈઃ  દેશમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી ચુક્યો છે. જેમાં સૌથી વધુ ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. મહરાષ્ટ્રમાં કોરોનાને કાબુમાં લેવા લોકડાઉન જેવા નિયંત્રણો મૂકાયા છે તેમ છતાં કેસ વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છ રાજ્યોમાંથી આવતાં લોકો માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

  • ગુજરાત, દિલ્લી, રાજસ્થાન, ગોવા, કેરળ, ઉત્તરાખંડ, રાજસ્થાનથી મહારાષ્ટ્ર જનારા લોકોને 15 દિવસ ક્વોરન્ટાઈન કરાશે. જેનો સ્ટેમ્પ મારવામાં આવશે.
  • આ રાજ્યોમાંથી આવતા મુસાફરોનો આરટીપીસીઆર નેગેટિવ હોવો જરૂરી છે.
  • ટ્રેનમાં માત્ર રિઝર્વેશન કરાવેલા મુસાફરો જ મુસાફરી કરી શકશે. ટ્રેનમાં બેસતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ પણ કરાવવું પડશે.
  •  ટિકિટ બુક કરાવ્યા વગરના મુસાફરોને આગામી આદેશ સુધી રાજ્યમાં પ્રવેશ નહીં કરવા દેવામાં આવે.
  • મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કને ચહેરા પર યોગ્ય રીતે પહેરવો પડશે.
  • નિયમોનો ભંગ કરનારાને 1000 રૂપિયા દંડ કરવામાં આવશે.

 

સતત પાંચમા દિવસે બે લાખથી વધુ કેસ

દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  એક કરોડ 50 લાખ 61 હજાર 919

કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821

કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329

કુલ મોત - 1 લાખ 78 હજાર 769

 12 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.