નવી દિલ્હી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 73મી પુણ્યતિથિ છે. સાથે આજે શહીદ દિવસ પણ છે. દેશભરમાં ગાંધી બાપુ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે દેશના અનેક દિગ્ગજ નેતાઓ પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને યાદ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહએ રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તે સિવાય પીએમ મોદીએ શહીદોને પણ યાદ કરીને નમન કર્યું. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “બાપુની પુણ્યતિથિ પર તેમને સાદર પ્રણામ. તેઓએ બતાવેલા રસ્તાથી કોરડો લોકોના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે.” પીએમ મોદીએ શહીદોને યાદ કરીને લખ્યું કે, તે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, જેમણે ભારતની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપી દીધું.



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું કે, આપણે શાંતિ, અહિંસા, સાદગી, સાધનોની પ્રવિત્રતા અને વિનમ્રતાના તેમના આદર્શોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ વધુમાં લખ્યું કે, ચાલો આ અવસર પર આપણે બાપુએ બતાવેલા રસ્તા પર ચાલવાનો સંકલ્પ લઈએ.


ગૃહ મંત્રી અમિત શાહે પણ બાપુને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ટ્વીટ કર્યું હતું.


રાહુલ ગાંધીએ બાપુની પુણ્યતિથી પર ટ્વીટ કરીને લખ્યું કે, “સત્ય લોકોના સમર્થન વગર પણ ઉભુ રહે છે. તે આત્મનિર્ભર છે. ”



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું કે, “સત્ય, અહિંસા, ધૈર્ય, સાહસ અને સત્યાગ્રહ. મોટામાં મોટી શક્તિઓને અપ્રભાવી કરનારા ગાંધીજીના આ સિદ્ધાંત આજે પણ એટલા જ પ્રાસંગિક છે, જેનાથી અધિકારોનાી કોઈ પણ લડાઈ જીતી શકાય છે. પૂજ્ય બાપુજીના સ્મૃતિ દિવસ પર તેમને કોટિ કોટિ નમન. ”