રાંચીઃ ઝારખંડના હજારીબાગમાં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડવામાં આવી છે. મહાત્મા ગાંધીની આ પ્રતિમા શહેરના કુમ્હાર ટોલી પાર નાળા વોર્ડ નંબર 24માં બાપૂના સ્મારક પર લગાવવામાં આવી હતી.


જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે મૂર્તિને કોઇએ તોડી છે તે પડવાથી તૂટી ગઇ છે. પોલીસે આ મામલાને લઇને કહ્યુ કે, અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ કે શું મૂર્તિ પડી ગઇ છે કે પછી કોઇએ તોડી પાડી છે.

પોલીસ સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે અને લોકોની પણ પૂછપરછ કરી રહી છે. મૂર્તિ તોડી પાડ્યા બાદ સ્થાનિક લોકોમાં ગુસ્સો છે. દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ પ્રતિમા 2 ફેબ્રુઆરી 1948માં સ્થાપવામાં આવી હતી. પ્રતિમા તૂટેલી જોઇ ગાંધી સ્મારક સમિતિના અધ્યક્ષ મનોજ વર્માએ પોલીસને સૂચના આપી હતી અને ફરિયાદ નોંધાવી હતી.