IAF Aircraft Crash: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32  વિમાન લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાન એરબેઝ પર લેન્ડ કરવાનો  પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ એક કાર્ગો વિમાન હતું, જેનો ઉપયોગ સૈન્ય સામગ્રી અને જરૂરી પુરવઠાના પરિવહન માટે કરવામાં આવે છે. ઘટનાના પગલે રાહત અને તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Continues below advertisement

લેન્ડિંગ દરમિયાન સર્જાયો અકસ્માતભારતીય વાયુસેનાના જણાવ્યા અનુસાર, AN-32 વિમાન જોરહાટ એરફિલ્ડ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અચાનક દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Continues below advertisement

સૈન્ય સામગ્રીના પરિવહન માટે ઉપયોગી AN-32AN-32 ભારતીય વાયુસેનાનું મહત્વનું પરિવહન વિમાન છે, જેનો ઉપયોગ સૈનિકો, સૈન્ય સાધનો અને અન્ય જરૂરી સામગ્રીના પરિવહન માટે કરવામાં આવે છે. આ વિમાન ખાસ કરીને દુર્ગમ અને પડકારજનક વિસ્તારોમાં કામગીરી માટે જાણીતું છે.                                                                                                            

આ પણ વાંચો: 'કરારની નજીક ઈરાન અને અમેરિકા...', ઈરાનના વિદેશ મંત્રીની પોસ્ટને ટ્રમ્પે કરી રિપોસ્ટ

પાયલટના મોતની આશંકાપ્રાથમિક અહેવાલોમાં આ અકસ્માતમાં પાયલટના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, ભારતીય વાયુસેનાએ હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિની પુષ્ટિ કરી નથી.

 

રાહત અને તપાસ કામગીરી ચાલુઅકસ્માત બાદ વાયુસેનાની ટીમો અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે તેમજ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. વાયુસેનાએ જણાવ્યું છે કે, સમગ્ર મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.

IAFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થયા બાદ ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટર્સ પણ ધટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની  કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.