Sikkim Avalanche: સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં મંગળવારે ભારે હિમપ્રપાત થયો હતો. આ ઘટનામાં 6 પ્રવાસીઓના મોત થયા છે અને 11 ઘાયલ થયા છે. ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બરફમાં ફસાયેલા 22 પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. રસ્તો સાફ કર્યા પછી, ફસાયેલા 350 પ્રવાસીઓ અને 80 વાહનોને બચાવવામાં આવ્યા હતા. બપોરે 12 વાગ્યાની આસપાસ હિમસ્ખલન થયું હતું.
આમાં ઘાયલ થયેલા છ લોકોએ નજીકની સૈન્ય હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. જેમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે ગંગટોકની STNM હોસ્પિટલ અને સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં સિક્કિમ પોલીસ, ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ સિક્કિમ, પ્રવાસન વિભાગના અધિકારીઓ અને વાહન ચાલકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજથી રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, દીવ-દમણ અને દાદરા નગર હવેલી તથા 6 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. દેશની રાજધાની દિલ્હી સહિત NCRમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. મંગળવારે (4 એપ્રિલ) વહેલી સવારે ભારે પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટનો અવાજ સંભળાયો છે. ભારતીય હવામાન વિભાગે પહેલાથી જ વરસાદની ચેતવણી જારી કરી દીધી હતી. IMD એ સંભાવના વ્યક્ત કરી હતી કે દિલ્હીથી નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સુધી વરસાદની સંભાવના છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.