કોરોના વાયરસની બીજી લહેરમાં ભારતમાં રોજ નવા રેકોર્ડ કેસ આવી રહ્યા છે. સરકાર કોરોના સામે રક્ષણ મળે તે માટે રસીકરણ અભિયાન ચલાવી રહી છે. ત્યારે આયુષ મંત્રાલયના વૈજ્ઞાનિકોએ આયુર્વેદિક દવા આયુષ-64ને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે, કોરોનાની સારવારમાં સહાયક તરીકે આ દવા ફાયદાકારક સાબિત થઈ રહી છે. 1980માં મેલેરિયાની સારવાર માટે આ દવા બનાવવામાં આવી હતી અને હવે કોવિડ-19ની સારવારમાં તેને સામેલ કરવામાં આવી રહી છે.


શું મેલેરિયાની દવાથી થશે કોરોનાની સારવાર ?


આયુષ-64 કોરોના સંક્રમણના હળવા અને મધ્યમ અથવા લક્ષણો ન હોય ત્યારે સારવારમાં ઉપયોગમાં લઈ શકાય છે. ગુરૂવારે આયુષ મંત્રાલયે તેની ભલામણ કરી છે. આયુષમાં નેશનલ રિસર્ચ પ્રોફેસર ભૂષણ પટવર્ધને ઓનલાઈન પ્રેસને સંબોધિત કરતાં કહ્યં કે, “તેમાં બળતરના ન થાય તેવા અને એન્ટી વાયરલ ગુણ છે જે કોરોના અને ફ્લૂ જેવી બીમારી સામે લીડ શેક છે.” સેન્ટર ફોર રૂમેટિક ડિસીઝ, પુણેના ડાયરેક્ટર અરવિંદ જોપરાએ કહ્યું કે, આ મામલે દવાનું ટ્રાલય ત્રણ કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું.


આયુર્વેદિક દવા આયુષ-64 કોરોનાની સારવારમાં ઉપયોગી


કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી, લખનઉ, દત્તા મેધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સીસ, વર્ધા અને બીએમડી કોવિડ સેન્ટર, મુંબઈમાં હ્યુમન ટ્રાયલ માટે દરેક જગ્યાએ 70 લોકોને સામેલ કરવામાં આવ્યા. અરવિંદ ચોપરાએ કહ્યું કે, જે દર્દી પર આયુષ-64 દવાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેનો તપાસ રિપોર્ટ સાડા છ દિવસમાં નેગેટિવ આવ્યો જ્યારે જે લોકોને દવા આપવામાં આવી ન હતી તેને રિકવર થવામાં 8.3 દિવસનો સમય લાગ્યો. જોકે, સારવાર દરમિયાન જે દર્દીને રોજ બે વખત ટેબલેટ આપવામાં આવી હતી તેમને સલાહ આપવામાં આવી હતી કે RT-PRC રિપોર્ટન નેગેટિવ આવ્યા બાદ બેથી ત્રણ દિવસ સુધી ટેબલેટ લેવાનું ચાલુ રાખે.


ચોપરા અનુસાર, રિસર્ચમાં જાણવા મળ્યું કે, આયુષ-64ની અસરથી ચિંતા, તણાવ, થાકમાં ઘટાડો આવ્યો અને ભૂખ વધી હતી. દવાનો સ્પષ્ટ લાભ શું છે તેની અસર સામાન્ય સ્વાસ્થ્ય, ખુશી અને ઉંઘ પરપણ જોવા મળી. દવાના ટ્રાયલથી પૂરતા પુરાવા મળ્યા છે કે આયુષ-64ને પ્રભાવી અને સુરક્ષિર રીતે કોરોનાની સારવારમાં સહાયક દવા તરીકે કોરોનાના સામાન્યથી મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીને આપી શકાય છે. જોકે અધિકારીઓએ એ પણ કહ્યું કે, આયુષ-64 દવાના દર્દીઓ પર હાલમાં મોનિટરિંગ કરવાની જરૂરત છે.