તમિલનાડુ:  ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરવાના આરોપમાં માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબને ભારતીય એજન્સીઓએ તુતીકોરિન બંદર પાસે અટકાયત કરી છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહમદ અદીબને તુતીકોરિન બંદરથી અટકાયત કરવામાં આવી છે. જ્યાં ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તેઓ ગેરકાયદે ભારતીય તટ પર પહોંચ્યા હતા. અહમદ અદીબ થૂથુકૂડી પહોંચ્યા હતા અને તેમની સાથે 10 લોકો સવાર હતા.


અદીબને આઈબી અધિકારીઓએ કસ્ટડીમાં લીધાં છે અને આ અંગે વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી છે.  જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે અમે રિપોર્ટના અહેવાલની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમે માલદીવ સરકાર સાથે પણ સંપર્ક કરીશું અને આ એહવાલ સાચા છે કે નહીં તે અંગે સ્પષ્ટા કરીશું.