નવી દિલ્હી: દારૂના બિઝનેસમાં વિજય માલ્યાએ પ્રવર્તન નિદેશાલય (ED)ને મોટો ઝટકો આપ્યો છે. ઈડી તરફથી માલ્યાની સંપત્તિ જપ્ત કર્યા પહેલા જ તેને વેચી નાંખી હતી. આ વાતની સ્પષ્ટતા ઈડીના અધિકારીઓએ કરી હતી.
ઈડીના અધિકારીઓ પ્રમાણે, 1411 કરોડની માલ્યાની સંપત્તિને જપ્ત કરવાની હતી, તેમાંથી એક કંપનીને માલ્યાએ વેચી નાંખી હતી. માલ્યાએ જે સંપત્તિને વેચી છે તે કર્ણાટકમાં કુર્ગ સ્થિત કૉફી પ્લાંટનો એક ભાગ હતો. ઈડીએ શંકા વ્યક્ત કરી છે કે, આ ડીલથી માલ્યાને ઘણો ફાયદો થયો હશે. માલ્યાએ આ ડીલ મારફતે કૉફી પ્લાંટનો લગભગ 80 ટકા ભાગ વેચી નાંખ્યો છે. હવે 15થી 20 ટકા ભાગ જ બચ્યો છે. જો કે, અત્યાર સુધી આ ડીલની રકમને લઈને કોઈ ખુલાસો થયો નથી. આ મામલે હાલ તપાસ ચાલુ છે.