કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપ, ટીએમસી સહિત તમામ પાર્ટીયો દ્વારા મતદાતાઓને આકર્ષવા માટે મોટા મોટા વચનો આપવામાં આવી રહ્યાં છે.  ત્યારે હવે ઝારગ્રામ રેલી દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં કોરોના વેક્સીન મફત આપવાની જાહેરાત કરી દીધી છે. 



મમતાા બેનર્જીએ ઝારગ્રામની એક રેલીમાં જાહેરાત કરી હતી કે, બંગાળમાં લોકોને કોરોનાની વેક્સીન મફત આપવામાં આવશે. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન સત્તામાં આવ્યા બાદ બિહારના લોકોને મફત કોરોના રસી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ શું તેમણે રસી લોકો માટે ઉપલબ્ધ કરાવી ? ના, તેઓએ નથી આપી, તેઓ લોકોને જૂઠુ બોલ્યા. 




ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો પર આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 27 માર્ચના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર વોટિંગ થવાનું છે.