નવી દિલ્હીઃ અભિનેતા બની ગયો 'અપરાધી' ... જી હા, દિલ્હી પોલીસે નકલી નોટોના વેપાર મામલામાં એક ભોજપુરી ફિલ્મોના અભિનેતાની ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે લગભગ 50 લાખ રૂપિયાની કિંમતની નકલી નોટો જપ્ત કરી છે. આમાં બે હજાર, પાંચ સૌ, બ સૌ, અને સૌ રૂપિયાની સાથે પચાસ રૂપિયાની નોટો પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે આરોપી ભોજપુરી સિનેમામાં કામ કરતો હતો, પરંતુ લૉકડાઉન દરમિયાન તેને કામ મળવાનું બંધ થઇ ગયુ હતુ. પોતાની આર્થિક સ્થિતિ ઠીક બરાબર ના હોવાથી એક્ટિંગ કરવાનુ છોડી દીધુ, અને અપરાધી બની ગયો હતો. પહેલા તો વાહન ચોરીનુ કામ કર્યુ પરંતુ બાદમાં તેનાથી નફો મેળવવા માટે નકલી નોટોનો વેપારમાં લાગી ગયો હતો.
પોલીસે હવે તેને નકલી નોટોની સાથે ધરપકડ કરી લીધી છે. સાથે જ આમાં અન્ય લોકોને સામેલ હોવાની તપાસ પણ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યુ કે ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં પોલીસ વાહન ચોરીની તપાસમાં લાગી હતી, આ દરમિયાન સૂર્યા હૉટલ તરફથી આવી રહેલા બે સંદિગ્ધોને સ્કૂટી જોવા મળ્યા હતા.
આ પછી તેની પાસેથી ડૉક્યૂમેન્ટ માંગવામાં આવ્યા હતા, પરંતુ તેની પાસેથી કોઇપણ પ્રકારના કાગળો મળ્યા ન હતા. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યુ કે સ્કૂટી ચોરી કરાયેલી છે. પછી બન્નેની પોલીસે પુછપરછ શરૂ કરી. બન્નેએ જણાવ્યુ કે, ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને કેટલાય ગીતો પણ કમ્પૉઝ કર્યા છે.
પુછપરછમાં આરોપીએ જણાવ્યુ કે લૉકડાઉનમાં તેમને મોટુ નુકશાન થયુ હતુ, ત્યારબાદથી તેમને ગુનાખોરીનો રસ્તો અપનાવી લીધો હતો. પરંતુ તે ભૂલી ગયા કે આ રસ્તો સીધો જેલની સળીયા સુધી જાય છે. વાહન ચોરી બાદ તેમને નકલી નોકોનો વેપાર શરૂ કર્યો, શરૂઆતમાં ખુબ મોટો નફો મળ્યો, તે ત્રણ નકલી નૉટ આપીને એક અસલી નૉટ લેતો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ આ મામલામાં કેટલાક અન્ય લોકોની પણ પુછપરછ કરી શકે છે. સાથે જ આશંકા છે કે કેટલીક બીજી નકલી નોટો પણ જપ્ત થઇ શકે છે. જે લોકો પૈસા ખપાવવામાં મદદ કરી રહ્યાં હતા તેમની તપાસ પણ ચાલુ છે.