નવી દિલ્હીઃ એક ફાઈટર જેટ મિગ-21 ક્રેશ થયાના અહેવાલ છે. એરફોર્સ અનુસાર આ વિમાન મધ્ય ભારતમાં એક એરબેસ પર ક્રેશ થયું છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાનું મોત થયું છે. આ અકસ્માત ક્યાર કારણોસર થયો છે તેની તપાસ માટે કોર્ટ ઓફ ઇનક્વાયરીની રચના કરવામાં આવી છે. 


વાયુસેનાએ નિવેદન બહાર પાડીને કહ્યું કે, આજે સવારે સેન્ટ્રલ ઇન્ડિયામાં એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે રવાના થવા દરમિયાન મિગ-21 વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થયા છે. 


ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ભારતીય વાયુસેનાએ કહ્યું, ‘આ દુખદ દુર્ઘઠનામાં ભારતીય વાયુસેનાનએ પોતાના ગેપ્ટન એ. ગુપ્તાને ગુમાવ્યા છે. ભારતીય વાયુસેના પોતાની સંવેદના વ્યક્ત કરે છે અને દુખના આ સમયમાં પરિવારના સભ્યો સાથે મજબૂતીથી ઉભી છે. દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપવામાં આવ્યા છે. 




શું છે  મિગ-21 બાઈસન ફાઈટર જેટ


ભારતીય વાયુસેનાએ 1961માં મિકોયાન-ગુરેબિચ ડિઝાઈન બ્યૂરો નિર્મિત મિગ-21 વિમાન મેળવ્યું હતું. તેમાં એક એ્જિન અને એક સીટ છે. આ જુદી જુદી ભૂમિકા ભજવનાર ફાઈટર જેટ છે, જે જમીન પર માર કરવામાં સક્ષમ છે. આ વિમાન લાંબા સમય સુધી ભારતીય વાયુસાનાની કરોડરજ્જુ રહી છે. તેની વધુમાં વધુ ગતિ 2230 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે 23 મિલીમીટરના બે બેરલવાળી તોપની સાછે ચાર આર-60 ફાઈટર મિસાઈલ લઈ જઈ શકે છે.