નવી દિલ્હી: આસામ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એનઆરસીનો વિરોધ કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરર્જીએ કહ્યું જો આગળ પણ આ પ્રકારની કોશિશ ચાલુ રહી તો દેશમાં ગૃહયુદ્ધ અને ખૂન ખરાબા થઈ શકે છે.
તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરર્જીએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ કહ્યું, મે ગૃહમંત્રીને કહ્યું છે કે તમારા નેતા કહે છે કે આગળનો ટાર્ગેટ પશ્ચિમ બંગાળ છે. આ આદેશ કોણે આપ્યો છે. હવે તેઓ કહેશે કે બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને યૂપીમાં લાગુ કરવો છે. આ રીતે દેશ નહી ચાલે, ગૃહયુદ્ધ થઈ જશે. સત્તાધારી પક્ષનું કામ આ ન હોય.
તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ તથા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એનઆરસીના મુદ્દા પર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજીત એક કાર્યક્રમમાં બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે, એનઆરસી ડ્રાફ્ટ લાગૂ કરવાની પાછળ રાજકીય ઈરાદો છે અને તેવું અમે પશ્વિમ બંગાળમાં ક્યારેય થવા દેશું નહીં. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આ મુદ્દા પર દેશમાં ભાગ પડાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેનાથી લોકો એકબીજા સાથે લડશે, લોહી-લૂહાણ થશે અને દેશમાં ગૃહયુદ્ધ જેવી હાલત ઉભી થશે.