અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અને મમતા બેનર્જી વોટની રાજનીતિ કરી રહ્યા છે. તેઓ બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોતાનું વલણ સ્પષ્ટ કરે જે ભારતીયના અધિકાર છિનવી રહ્યા છે. તેમણે કહ્યું કે, “મને દુખ સાથે કહેવું પડે છે કે, ભાજપ અને બીજેડી સિવાય અન્ય પાર્ટીએ આ કહેવું પણ યોગ્ય નથી સમજ્યું કે અમારા દેશમાં ઘૂસણખોરીઓને કોઈજ સ્થાન નથી.”
શાહે કહ્યું કે, "રાહુલ ગાંધી દેશની સુરક્ષા માટે બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોતાનું સ્ટેન્ડ નક્કી કરે. ઘૂસણખોરોને વધારો આપીને કઈ રીતે દેશની સુરક્ષા કરશે? મમતા બેનર્જી ગૃહયુદ્ધની વાત કરીને ડરનો માહોલ બનાવી રહ્યા છે."
તેઓએ કહ્યું કે, જ્યારે અમે વિપક્ષમાં હતા ત્યારે પણ અમારું વલણ સ્પષ્ટ હતું કે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓનું આપણા દેશમાં કોઈજ સ્થાન નથી અને આજે પણ આમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે. અમિત શાહે કહ્યું, છેલ્લા બે દિવસોમાં દેશમાં એનઆરસી પર વિવાદ ચાલી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે 40 લાખ ભારતીય નાગરિકોને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા છે જ્યારે વાસ્તવિક્તા આ છે પ્રાથમિક તપાસ થયા બાદ જે ભારતીય નથી તેના નામ એનઆરસીમાંથી રદ્દ કરવામાં આવ્યા છે.
આવ્યા છે.