મમતા બેનર્જીએ કહ્યું, ખેડૂતોના હીતની રક્ષા માટે લડનારા આઠ સાંસદોને સસ્પેન્ડ કરવા દુર્ભાગ્યપૂર્ણ છે. આ લોકશાહી સરકારની માનસિકતા ચિંતનશીલ છે જે લોકશાહી ધોરણો અને સિદ્ધાંતોનું સન્માન કરતી નથી. અમે સંસદમાં અને રસ્તાઓ પર આ ફાસીવાદી સરકાર સામે લડતા રહીશું.
વિપક્ષે સોમવારે પોતાના સદસ્યોને સસ્પેન્ડ કરવાને લઈ હંગામો કરી રાજ્યસભાની કાર્યવાહી ચાર વખત સુધી સ્થગિત કરવા મજબૂર કર્યા હતા. ઉપલા ગૃહમાં પહેલા સવારે 10 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી સાંસદોએ ગૃહની બહાર જવાની મનાઈ કરતા અને નારા લગાવ્યા ત્યારબાદ સવારે 10.36 સુધી ફરી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
જે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન સહિત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કૉંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસિર હુસૈન, રિપુન બોરા અને સીપીઆઈએમના કેકે રાગેશ અને એલ્મલારાન કરીનના નામ છે. કાલે ઉપસભાપતિ હરિવંશ સામે સાંસદોના દુર્વ્યવહારના કારણે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ