નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહના ઠીક પહેલા રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.



જોકે, આ પહેલા મમતા બેનર્જીએ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હી આવવાની હા પાડી હતી. મમતાએ ટ્વીટ કરીને એક પત્ર શેર કર્યો છે,

જેમાં લખ્યુ છે કે બીજેપીએ આ કાર્યક્રમમાં મૃતક બીજેપી કાર્યકર્તાઓના પરિવારજનોને બોલાવ્યા છે, અને આને રાજકીય હત્યા ગણાવી છે. મમતાએ કહ્યું કે, આ રાજકીય હત્યા નથી, પણ અંદરોઅંદરના કાવતરાના મામલો છે.