કોલકાતા: એટીએમ અને બેંકોમાં લાગેલી લાંબી લાઈનોને ઓછી કરવા માટે સરકાર ધણા પ્રકારના પગલા ભરી રહી છે ત્યારે મંગળવારે નિર્ણય કરવામાં આવ્યો છે કે નોટ બદલાવનારા વ્યક્તિની ઓળખ માટે શાહીનો ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય પર રાજકારણ ગરમાયુ છે. પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. મમતા બેનરજીએ આ નિર્ણઁયનો વિરોધ કરતા જણાવ્યું કે કેંદ્ર સરકારને આમ આદમી પર વિશ્ર્વાસ નથી જેના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તૃણમુલ સુપ્રીમોએ કહ્યું 19 નવેંબરે પેટા ચૂંટણી છે. નોટ લેવા વાળાની આંગળી પર શાહીના નિશાન પર ચૂંટણી આયોગ શું કહેશે ? કારણ કે આ જ લોકો વોટ આપવા માટે પણ જશે.

ડીઈએના સચિવ શક્તિકાંત દાસે મંગળવારે કહ્યું કે જે રીતે લોકો વારંવાર નોટ બદલવા માટે બેંકની બહાર લાઈનમાં ઉભા રહે છે જેને કેશ આપ્યા બાદ આંગળી પર શાહીથી નિશાન કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે મમતા બેનરજી દિલ્લી આવી રહ્યા છે અને નોટ બેન મુદ્દે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સાથે મુલાકાત કરશે. તેમણે રવિવારે પણ રાષ્ટ્રપતિ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.

રવિવારે મમતા બેનરજીએ લાલૂ પ્રસાદ યાદવ અને ભાકપા મહાસચિવ સીતારામ યેચૂરી સહિત ધણા નેતાઓને ફોન કરી વિપક્ષને ભેગા કરી પ્રતિનિધીમંડળને લઈને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા માટે અપિલ કરી હતી.