બંગાળમાં ફરીથી ખેલા હોબે: મમતા બેનર્જીએ ફરી ભાજપના બોલાવી દીધા ભૂક્કા, કેટલી બેઠકો પર બીજેપી પછડાઇ, જાણો.....

આ વખતે કોલક્તા મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીએમસીએ બીજેપી અને કોંગ્રેસ બન્નેના સૂપડા સાફ કરી દીધા છે.

gujarati.abplive.com Last Updated: 21 Dec 2021 11:00 AM
મમતાએ ભાજપને ફરી કર્યો ધૂળચાટતો

કુલ 11 મતગણતરી કેન્દ્રો છે. દરેક મતગણતરી કેન્દ્રમાં 7 થી 10 ટેબલ પર મતગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરી કેન્દ્રમાં 3 સ્તરીય સુરક્ષા છે, 200 મીટરમાં કલમ-144 લાગુ છે અને કુલ 3 હજાર પોલીસ તૈનાત છે. દરેક મતગણતરી કેન્દ્રમાં અનેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. મતગણતરીનો વીડિયોગ્રાફી કરવામાં આવી રહ્યો છે. કુલ 950 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.


 

મમતાએ બોલાવ્યા ભાજપના ભુક્કા 

કોલકતા નગર નિગમની ચૂંટણીની તમામ 144 બેઠકો પર આજે સવારથી મતગણતરી શરૂ થઇ ગઇ છે, શરૂઆતી ટ્રેન્ડમાં મમતા બેનર્જીનો પક્ષ આગળ છે, ટીએમસીને પ્રચંડ બહુમતી મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ 103 સીટો પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી ચાર, કોંગ્રેસ 2, લેફ્ટ 2 અને અપક્ષ એક સીટ પર આગળ છે. 

પરિણામમાં ટીએમસી આગળ

10 વાગ્યા સુધીના પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ 103 સીટો પર આગળ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી ચાર, કોંગ્રેસ 2, લેફ્ટ 2 અને અપક્ષ એક સીટ પર આગળ છે. 

થ્રી લેયરમાં સુરક્ષા ગોઠવાઇ

કોલકતા નગર નિગમ મત ગણતરી માટે દરેક કેન્દ્ર પર સાતથી 10 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ કેન્દ્રો પર થ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે, એટલુ જ નહીં કેન્દ્રનાં 200 મીટર સુધીના વિસ્તારમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. 

કોલકતા નગર નિગમની ચૂંટણીની મત ગણતરી

કુલ 11 મતગણતરી કેન્દ્રો હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી રહી છે. આખા શહેરમાં ત્રણ હજાર પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે.

લેફ્ટ અને કોંગ્રેસ પણ બીજેપીના રસ્તે

બીજેપીની સાથે સાથે હવે બંગાળમાં લેફ્ટ પાર્ટીઓ પણ 17 વોર્ડમાં ફરીથી ચૂંટણી કરવા માટે માંગ કરી છે. કોંગ્રેસે પણ અનેક આરોપો લગાવ્યા છે. મતદાન સમયે હિંસા થઇ હોવાની વાત પણ કહી રહ્યાં છે.

બીજેપીએ ફરી ચૂંટણી કરાવવાની કરી માંગ

બીજેપીએ ફરીથી ચૂંટણી કરાવવાની માંગણીઓ કરી છે, આ માંગ તેમને પહેલા જ ચૂંટણી પંચ સામે કરી છે. 

મતદાન સમયે હિંસા 

કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં રવિવારે મતદાન સમયે હિંસા ભડકી હતી, આ હિંસા મામલે 193 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. 

રવિવારે થયુ હતુ મતદાન

રવિવારે કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં મતદાન થયુ હતુ, આ સમયે અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. હિંસાની વચ્ચે 63 ટકાની આસપાસ મતદાન થયું અને કુલ 453 ફરિયાદો કરવામાં આવી હતી. 

બ્રેકગ્રાઉન્ડ

કોલક્તાઃ પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ભાજપ પાણીમાં બેસી ગયેલુ દેખાઇ રહ્યું છે, અને ફરી એકવાર મમતા બેનર્જીએ પોતાનો દબદબો બતાવી દીધો છે. આ વખતે કોલક્તા મ્યૂનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ટીએમસીએ બીજેપી અને કોંગ્રેસ બન્નેના સૂપડા સાફ કરી દીધા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.