પૂણેમાં ‘ગોલ્ડ મેન’ નામથી ફેમસ થયેલા ઉદ્યોગપતિ દત્તા ફૂગેને સોનાનો ખૂબ જ ક્રેઝ હતો. તેમણે ગોલ્ડનનો ત્રણ કરોડનો શર્ટ પહેર્યો હતો. તેમના નામ સૌથી મોંઘા શર્ટને પહેરવાનો રેકોર્ડ છે. જેને આજ સુધી કોઇ તોડી નથી શક્યું. શું આપ જાણો છો આ સોનો શર્ટ ક્યા કારીગરે અને કેવી રીતે તૈયાર કર્યો છે


‘ગોલ્ડ મેન’થી જાણીતા ઉદ્યોગપતિ દત્તા ફૂગે હાલ આ દુનિયામાં તો નથી પરંતુ તેનો રેકોર્ડ આજ દિન સુધી કોઇ તોડી શક્યું નથી. ત્રણ કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરીને ત્રણ કરોડનો શર્ટ તેમણે તૈયાર કરાવડાવ્યો હતો.

દત્તા જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમને લોકો કહેતા હતા કે, જેની પાસે વધુ ગોલ્ડ હોય અને ગોલ્ડની જ્વેલરી વધુ પહેરે તે અમીર લોકો હોય છે. બસ ત્યારથી જ સામાજિક સ્ટેટસ માટે તેમને ગોલ્ડ કેરી કરવાનું શરૂ કર્યું અને આખરે 3 કિલોગ્રામ સોનાનો શર્ટ 3 કરોડમાં તૈયાર કર્યો.

સોનાનો શર્ટ બનાવવો અને તેને પહેરવા લાયક બનાવવો તે જ્વેલરી માટે પણ પડકાર રૂપ કામ હતું. આ પડકાર તેજપાલ રણકારે ઝિલ્યો હતો. આ માટે ઇટલીથી ટીમને બોલાવાય હતી. ગોલ્ડન શરીરમાં ખૂંચ નહી માટે અંદર વેલવેટના ફેબ્રિકને યુઝ કરાયું હતું અને ખાસ મશીનમાં તેને સ્ટીચ કરાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રાજાના ક્વચની તસવીર પરથી સોનાના શર્ટનો વિચાર આવ્યો હતો.

નોંધનિય છે કે, મોંઘા શર્ટનો રેકોર્ડ તેમના નામ કરનાર ઉદ્યોપતિ દત્તા ફૂગેની 2016માં હત્યા થઇ ગઇ હતી. નાણાની લેવડ દેવડમાં થયેલા વિવાદના કારણે તેમની હત્યા થઇ હતી. તેમના પુત્રીના ફરિયાદના પગલે  4 લોકોની ધરપકડ કરાઇ હતી.