Ludhiana Court Blast: લુધિયાણા જિલ્લા કોર્ટમાં વિસ્ફોટ મામલાને લઇને ડીજીપી સિદ્ધાર્ત ચટોપાધ્યાયે ચંડીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે અમે 24 કલાકની અંદર કેસ ઉકેલી દીધો છે. અમને શરૂઆતથી જ શંકા હતી કે મૃતક જ વિસ્ફોટક લાવ્યો હતો. વિસ્ફોટ કેસના આરોપીનું જિલ્લા કોર્ટમાં ટ્રાયલ ચાલી રહ્યો હતો.
પંજાબ પોલીસના ફોરેન્સિક રિપોર્ટના આધાર પર કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટમાં આરડીએક્સનો ઉપયોગ થયો હતો. કોર્ટ પરિસરમાં જે વિસ્ફોટ થયો તેમાં આરોપી લગભગ બે કિલો આરડીએક્સનો ઉપયોગ થયો હતો.
પોલીસે કહ્યું કે વિસ્ફોટના કારણે પાણીની પાઇપલાઇન તૂટી ગઇ હતી. જેના કારણે વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થો વહી ગયા હતા. વિસ્ફોટમાં સામેલ સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ગગનદીપના ઘરે મોડી રાત્રે એનઆઇએની ટીમ અને પંજાબ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે લેબટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો.
ડીજીપીએ કહ્યું કે 1986માં જ્યારે હું પોલીસમાં આવ્યો હતો ત્યારથી આતંકવાદ હતો અને આજે પણ તેવા જ પડકારો છે. હવે ડ્રગ્સ, ગેંગસ્ટર અને આતંકવાદનું કોકટેલ કામ કરી રહ્યું છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ એક પાવરફૂલ વિસ્ફોટ હતો. આ વિસ્ફોટમાં મોતને ભેટનાર એક પૂર્વ પોલીસકર્મી જ હતો. ગગનદીપ વિસ્ફોટક કોર્ટમાં આવ્યો હતો. એસટીએફએ ગગનદીપને 2019માં 385 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેણે બે વર્ષ જેલમાં વિતાવ્યા છે. જેલમાં ખાલિસ્તાન અને નાર્કો નેટવર્ક સાથે તેના સંબંધ જોડાયા હતા. આ સંબંધમાં અનેક પુરાવા મળ્યા છે અને હાલમાં તપાસ ચાલી રહી છે.
પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ડીજીપીએ કહ્યું કે ચૂંટણી અમારી પોલીસ માટે મોટો પડકાર રહેશે. પંજાબમાં સુરક્ષાની વ્યવસ્થા કરવી અમારી પ્રાથમિકતા રહેશે. સાર્વજનિક સ્થળો પર સુરક્ષાની વ્યવસ્થા કરાવાઇ છે.