કૉંગ્રેસ સંગઠન મહાસચિવ અશોક ગહલોત દ્વારા આપેલા નિવેદન અનુસાર, પાર્ટીના કેન્દ્રીય અનુશાસન સમિતિની ભલામણ પર રાહુલ ગાંધીએ પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી અય્યરનું સસ્પેશનને તાત્કાલિક પ્રભાવથી રદ્દ કરવાની મંજૂરી આપી.
ઉલ્લેખનીય છે કે, મણિશંકર અય્યરે ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીના સંદર્ભમાં ‘નીચ પ્રકારના વ્યક્તિ’ વાળી વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને ખુદ પીએમ મોદી અને ભાજપે ચૂંટણી સભાઓમાં જોર-શોરથી ઉઠાવ્યો હતો. તેના બાદ રાહુલ ગાંધી અને પાર્ટીએ અય્યરી ટિપ્પણીને નકારતા તેમને પાર્ટીની પ્રાથમિક સદસ્યતામાંથી નિલંબિત કર્યા હતા.