Manipur High Court: મણિપુર હાઈકોર્ટે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવાના તેના 2023ના આદેશને રદ કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે આ નિર્ણયથી રાજ્યમાં વંશીય અશાંતિ વધી શકે છે. રાજ્યમાં ફાટી નીકળેલી જાતિય હિંસામાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે.


હાઈકોર્ટના આ નિર્ણય બાદ રાજ્યમાં ભારે વિરોધ થયો હતો. આ પછી, મૈતેઈ અરજદારો દ્વારા કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટે તેના આદેશના ફકરા 17(3)માં સુધારો કરવો જોઈએ.આ રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે.


શું હતો 24 માર્ચ 2023નો આદેશ? 


મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અંગે વાંધો વ્યક્ત કરતાં મૈતેઈ સમુદાયે કહ્યું હતું કે તેમાં સુધારો કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 27 માર્ચે હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની શ્રેણીમાં સામેલ કરવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી હતી.


જૂનો આદેશ સુપ્રીમ કોર્ટમાં નિર્ધારિત સિદ્ધાંતો વિરુદ્ધ 
નોંધનીય છે કે માર્ચ 2023માં મણિપુર હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એમવી મુરલીધરનની બેન્ચે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. એપ્રિલમાં ઓર્ડરની નકલ જાહેર થયા પછી, મણિપુરના ઘણા ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી. હાઈકોર્ટના નિર્ણયમાં ફેરફાર કરવાનો આદેશ આપતા ચીફ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલની બેન્ચે 21 ફેબ્રુઆરી, બુધવારના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે, 'કોર્ટ સંતુષ્ટ છે કે 27 માર્ચ, 2023ના રોજ સિંગલ જજની બેન્ચમાં આપેલા આદેશનો ફકરો 17(iii) મા આપેલ સૂચનાઓની સમીક્ષા કરવી જરૂરી છે. હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે સિંગલ બેન્ચના નિર્દેશો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના આદેશની વિરુદ્ધ છે.


અરજીની સુનાવણી કરતા જસ્ટિસ ગોલમેઈ ગૈફુલશિલુની બેન્ચે કહ્યું કે ચુકાદો "કાયદાની ગેરસમજ" હેઠળ આપવામાં આવ્યો છે કારણ કે "અરજદાર તથ્યો અને કાયદાની  પોતાની ખોટી માન્યતાને કારણે ઉક્ત રિટ પિટિશનની સુનાવણી સમયે અદાલતની યોગ્ય સહાય કરવામાં નિષ્ફળ રહ્યા.