Manipur Violence Update: મણિપુરમાં સંદિગ્ધ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. કુકી ઉગ્રવાદીઓએ ચુરાચાંદપુરમાં મણિપુર પોલીસ પર હુમલો કર્યો હતો. આ સિવાય કુકી ઉગ્રવાદીઓએ ટોરબંગ બાંગ્લામાં કેટલાક નાગરિકોનું અપહરણ કર્યું હતુ.


પોલીસ કમાન્ડો બિગ્યાનંદાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે સવારે 6 વાગ્યે અમારું નિયમિત પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું જ્યારે એક ઉગ્રવાદી જૂથે ટી મોલકોટ ગામની પાછળ અમારી ટીમ પર હુમલો કર્યો. અમને ત્યાં રિઇફોર્સમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા. અમે પહોંચતા પહેલા જ એક વ્યક્તિ ઘાયલ થઈ ચૂક્યો હતો અને બીજા વ્યક્તિનું મોત થઇ ગયું હતું.


સૈનિકો પર કર્યો હતો ગોળીબાર


તેમણે કહ્યું કે અર્ધલશ્કરી દળ મુખ્ય માર્ગ પર તૈનાત છે પરંતુ આ સ્થળે તૈનાત નહોતા. જોકે ફાયરિંગ  બાદ તેઓએ અમારા માણસોને બહાર કાઢવામાં મદદ કરી હતી. અગાઉ બુધવારે મણિપુરના પૂર્વ ઇમ્ફાલ જિલ્લામાં અજ્ઞાત ઉગ્રવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં આસામ રાઇફલ્સનો એક જવાન ઘાયલ થયો હતો.


સેનાના સ્પિયર કોર્પ્સે જણાવ્યું હતું કે પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના ડોલાઇબાથી વિસ્તારમાં સવારે 11 વાગ્યે અજ્ઞાત ઉગ્રવાદીઓએ આ વિસ્તારમાં સૈનિકો પર ફાયરિંગ કર્યું હતું. આર્મીના સ્પીયર કોર્પ્સે ટ્વિટ કર્યું કે કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ બદમાશો ભાગી ગયા. આ ગોળીબારમાં આસામ રાઈફલ્સનો એક જવાન ઘાયલ થયો હતો. હાલ ઘાયલ જવાન સારવાર હેઠળ છે.


મણિપુરમાં હિંસા ફાટી નીકળી હતી


નોંધપાત્ર રીતે, મણિપુરમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી. મેઇતી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં રાજ્યના 10 જિલ્લાઓમાં આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રી એન બિરેન સિંહે 8 મેના રોજ જણાવ્યું હતું કે રાજ્યમાં ફાટી નીકળેલી હિંસામાં લગભગ 60 લોકોના મોત થયા છે અને 231 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે ઘણા ધાર્મિક સ્થળો સહિત 1700 ઘરોમાં આગ લગાવી દેવામાં આવી છે. આ હિંસામાં ઘણા ઉગ્રવાદી સંગઠનોની સંડોવણી હોવાની આશંકા છે.


Safest Cities: દેશના આ 8 શહેરો બનશે છોકરીઓ માટે સૌથી સુરક્ષિત, ગુજરાતનું આ એકમાત્ર શહેર લિસ્ટ સામેલ, જાણો શું શું મળશે સુવિધાઓ......


India Safest Cities : આજના સમયમાં મહિલાઓની સુરક્ષા એ બહુ મોટો મુદ્દો બની ગયો છે. દેશની યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખરેખરમાં કેન્દ્ર સરકારે દેશના આઠ શહેરોને છોકરીઓ અને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત બનાવવા માટે એક ખાસ યોજના તૈયાર કરી છે. આ સ્પેશ્યલ પ્લાનિંગ અંતર્ગત પોલીસ અને મહાનગરપાલિકાની ખામીઓને સુધારવા માટે મહિલાઓ પાસેથી સૂચનો લેવામાં આવશે. જેથી તેને પુરેપુરી રીતે અને રીપેર કરી શકાય. આની સાથે જ આ મૉડલ દેશના અન્ય શહેરોમાં પણ લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ સેફ સિટી પ્રૉજેક્ટને આ વર્ષે એટલે કે, ડિસેમ્બર 2023 સુધીમાં પુરુ કરવાનું લક્ષ્ય રાખેલુ છે. 


આ વર્ષના અંત સુધી પરિયોજના શરૂ કરવાનો આદેશ - 
જોકે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દિવર પાંડેએ નિર્ભયા ફંડ કમિટીની 29 માર્ચની બેઠક અને સેફ સિટી પ્રૉજેક્ટની ધીમી ગતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રૉજેક્ટ માટે નિર્ભયા ફંડમાં 2840.05 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી 888.94 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપવાના છે. કમિટીએ એવો પણ આદેશ આપ્યો છે કે સેફ સિટી પ્રૉજેક્ટ આ વર્ષ સુધીમાં પુરો કરવાનો છે