Delhi Excise Policy Case: દિલ્હીના પૂર્વ ડેપ્યૂટી સીએમ મનિષ સિસોદિયા (Manish Sisodia) ની ઇડીએ ધરપકડ કરી લીધી છે. ઇડી (ED) એ ગુરુવારે (9 માર્ચે) બીજી વાર દિલ્હી લીકર પૉલીસી મામલામાં કથિત અનિયમિતતાઓ સાથે જોડાયેલા મની લૉન્ડ્રીંગ કેસ મામલામાં સિસોદિયા સાથે તિહાડ જેલમાં પુછપરછ કરી. ઇડીએ આ પહેલા મંગળવારે પણ જેલમાં સિસોદિયાને સવાલ-જવાબો કરવામાં આવ્યા હતા.  


સીબીઆઇએ મનિષ સિસોદિયાની ગયા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી, દિલ્હીની કોર્ટે સોમવારે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. સીબીબાઇ મામલામાં મનિષ સિસોદિયાના જામીન પર શુક્રવારે સુનાવણી પણ થવાની છે. 


સિસોદિયાને જેલમાં બે વાર થઇ પુછપરછ  -
આ પહેલા મંગળવારે ઇડીને અધિકારી ધન શોધન રોકથામ કાનૂન અંતર્ગત સિસોદિયાનુ નિવદેનન નોંધવા માટે તિહાડ જેલમાં પહોંચ્યા હતા. ઇડીએ સિસોદિયાની પુછપરછ માટે કોર્ટમાંથી અનુમતિ લીધી હતી. જો તપાસ અધિકારીને એ કારણો મળ્યા છે કે, વ્યક્તિ ધન શોધનના અપરાધનો દોષી છે, તો ઇડી પીએમએલએની કલમ 19 લગાવી શકે છે. જે અતંર્ગત તે મામલામાં સામેલ કે આરોપી લોકોની ધરપકડ કરવાની અનુમતિ મળી જાય છે. 


 


Delhi New Ministers: દિલ્હી સરકારમાં મંત્રી બન્યા સૌરભ ભારદ્વાજ અને આતિશી, જાણો બન્નેને કયા-કયા મળ્યા વિભાગ


Delhi New Ministers Portfolio: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) ધારાસભ્ય આતિશી (Atishi) અને સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj) ગુરુવારે (9 માર્ચ)એ મંત્રી પદના શપથ લીધા છે. આતિશીને શિક્ષણ, પીડબલ્યૂડી, વીજળી અને પર્યટન વિભાગ મળ્યો છે. વળી, સૌરભ ભારદ્વાજને સ્વાસ્થ્ય, શહેરી વિકાસ, જળ અને ઉદ્યોગ વિભાગ મળ્યો છે. 


આ પહેલા દિલ્હી એલજી હાઉસ (LG House)માં સૌરભ ભારદ્વાજ અને આતિશીએ મંત્રી મંત્રી પદના શપથ લીધા હતા, સૌરભ ભારદ્વાજ 2013થી આપના ધારાસભ્ય છે, અને આ સમયે દિલ્હી જલ બૉર્ડ (Delhi Jal Board)ના ઉપાધ્યક્ષ પણ છે, વળી આતિશી શિક્ષણ વિભાગમા મનિષ સિસોદિયા (Manish Sisodia)ની સલાહકાર હતી. 


ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના મંત્રી પદ પરથી રાજીનામા બાદ મંત્રીમંડળમાં બે સ્થાનો ખાલી થઇ ગયા હતા, આ પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સિસોદિયા અને જૈનના રાજીનામાને સ્વીકાર કરી લીધા હતા અને તેમને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી દિલ્હી સરકારમાં ભારદ્વાજ અને આતિશીને મંત્રી નિયુક્ત કર્યા હતા. 


બજેટ સત્રમાં મંત્રી તરીકે સામેલ થશે ભારદ્વાજ અને આતિશી  -
સીએમ કેજરીવાલની ભલામણ બાદ દિલ્હીના એલજી વિનય સક્સેનાએ કેબિનેટમાં મંત્રીઓ તરીકે નિયુક્તિ માટે રાષ્ટ્રપતિ મુર્મૂને આતિશી અને ભારદ્વાજના નામોની ભલામણ કરી હતી. સુ્ત્રો અનુસાર, આતિશી અને ભારદ્વાજ 17 માર્ચથી શરૂ થઇ રહેલા દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં મંત્રી તરીકે સામેલ થશે.