Delhi Excise Policy 21-22: દિલ્હીના ડે. મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ ફરીથી વધી ગઈ છે. હવે દિલ્હી આબકારી પોલીસી કેસ અંગે EDએ  મનિષ સિસોદિયા સામે કેસ નોંધ્યો છે. EDએ મનિષ સિસોદિયા સામે મની લોન્ડ્રીંગનો કેસ નોંધ્યો છે. 






આબકારી કેસ મામલે CBIએ દરોડા પાડ્યાઃ


મહત્વનું છે કે, થોડા દિવસો પહેલાં જ મનિષ સિસોદિયાના ઘરે CBIએ દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ એક્સાઈઝ પોલિસી કેસમાં Delhi Excise Case) કથિત ભ્રષ્ટાચારના આરોપમાં મનિષ સિસોદિયા સહિત 15 લોકો સામે એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ આ મામલે દિલ્હીમાં સિસોદિયાના નિવાસસ્થાન સહિત 31 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે તમામ સહકાર આપીશું. કલાકો સુધી CBIએ સિસોદિયાના ઘરે તપાસ કરી હતી. 


હું ડરતો નથી, હું ઈમાનદાર છુંઃ મનિષ સિસોદિયા


ગુજરાત આવેલા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, મારા ઘરે બિન બોલાવ્યા મહેમાન આવ્યા. હું ડરતો નથી. હું ઈમાનદાર છું. મારા ઘરે સીબીઆઈ પહોંચી તો હું એક સેકન્ડ માટે ડર્યો નહિ. મન મજબૂત છે કારણ કે ઈમાનદાર છું. કેન્દ્રમાં બેસેલા નિજામને ડર લાગે છે. મને મેસેજ આવ્યો કે સીબીઆઈ ઇડીથી બચવા માંગતા હોય તો આપ છોડીને ભાજપમાં આવવા કહેવામાં આવ્યું. મને કહ્યું આપ છોડીને ભાજપમાં આવો અમે ભાજપના સીએમ બનાવીશું.


AAP તોડો અને ભાજપમાં જોડાઓઃ મનીષ સિસોદિયાને ઓફર મળ્યાનો દાવો 


દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી પર સીબીઆઈના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ગઈકાલે મોટું નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.


મનીષ સિસોદિયાએ ટ્વિટ દ્વારા કહ્યું હતું કે મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે - AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ થઈ જશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપને મારો જવાબ છે કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું મારું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.