Sonali Phogat Death: આજે હરિયાણાની ટિકટોક સ્ટાર અને બીજેપી નેતા સોનાલી ફોગાટનું 41 વર્ષની વયે ગોવામાં હાર્ટ એટેકથી અવસાન થયું છે. સોનાલી ફોગાટ તેમના ટિકટોક વીડિયોને લઈ ફેમસ થયાં હતા. ત્યાર બાદ 2019માં  થયેલા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોનાલી ફોગાટને ભાજપે ટિકિટ આપી હતી. સોનાલી ફોગાટના નિધન અંગે ગોવા પોલીસના અધિકારીએ નિવેદન આપ્યું છે.


પોલીસે શું કહ્યું?
ગોવા પોલીસના ડીએસપી જીવબા દાલવીએ સોનાલી ફોગાટના નિધન વિશે માહિતી આપતાં જણાવ્યું કે, "આજે સવારે સોનાલી ફોગાટને મૃત હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. અમે આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છીએ." 






સોનાલી બહેને હત્યાની આશંકા વ્યક્ત કરી છે


સોનાલી ફોગાટની મોટી બહેન રેમન ફોગાટે જણાવ્યું કે, રાત્રે 11:00 વાગ્યે સોનાલીની તબિયત ખરાબ થઈ હોવાનું લાગતું હતું અને તેણીએ ભોજન અંગે ફરિયાદ કરી હતી. રેમને કહ્યું કે સોનાલીએ તેની મમ્મી સાથે આ અંગે ફોન પર વાત થઈ હતી. સોનાલીએ તેની માતાને કહ્યું હતું કે તે ખાધા પછી ગડબડ થઈ રહી છે. તે તેના શરીરમાં હલનચલન અનુભવી શકતી ન હતી. અમે સોનાલીને કહ્યું હતું કે, ડૉક્ટર પાસે તપાસ કરાવ, પરંતુ સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા.


બિગ બોસ 14 ની સ્પર્ધક અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા સોનાલી ફોગાટ એકવાર તેના પતિના મૃત્યુ પછી પ્રેમમાં પડી ગઈ હતી. તેણે કહ્યું કે તે વ્યક્તિએ તેના જીવનમાં મોટો બદલાવ લાવ્યો હતો. સોનાલી ફોગાટ એક સમયે ટિક-ટોક પર તેના વીડિયો બનાવતી હતી, પરંતુ ટિક-ટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ સક્રિય હતી.
સોનાલી લગ્ન પહેલા મોડલિંગ અને ટીવી એન્કરિંગ કરતી હતી. સોનાલીએ તાજેતરમાં તેના મોડલિંગ દિવસોની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


સોનાલી ફોગાટ 2019ની હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા. જોકે, તેણી ચૂંટણી હારી ગઈ હતી.
સોનાલી ફોગાટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો તેના મોડલિંગ દિવસોની છે. સોનાલીએ 2006માં 'હિસાર દૂરદર્શન'માં એન્કરિંગ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી.