નવી દિલ્હી: દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે દિલ્હીમાં હાલ કોરોના વાયરસનું કમ્યૂનિટી ટ્રાસમિશન નથી થયું. દિલ્હીમાં 239 કોરોના વાયરસના પોઝિટિવ કેસ છે. તેમાંથી 182 કેસ નિઝામુદ્દીનના મરકજ સાથે જોડાયેલા છે અને અમારી પૂરી કોશિશ છે કે આ આંકડો આગળ ન વધે.


નિઝામુદ્દીના તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયેલા 2300 લોકોને ઓપરેશન ચલાવીને બહાર કાઢવામાં આવ્યા અને આ તમામના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. એમને ક્વોરન્ટાઈનમાં રાખ્યા છે અને સરકાર પૂરી કોશિશમાં છે કે આમાંથી જો કોઈમાં કોરોના પોઝિટિવ નિકળે તો તેમાંથી આ વાયરસ અન્ય કોઈમાં ન ફેલાય. સરકાર તેના માટે પણ તૈયાર છે કે જો 2300ના 2300 લોકો કોરોના પોઝિટિવ નિકળે તો 2301મો કેસ સામે ન આવી શકે.

નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના મરકજમાં સામેલ થયેલા લોકોથી અન્ય લોકોમાં સંક્રમણ થયું છે કે નહી, તેને લઈને પણ દિલ્હી સરકાર તપાસ કરી રહી છે. વિસ્તારને પહેલા જ સેનેટાઈઝ કરી દેવામાં આવ્યો છે અને દિલ્હીમાં કેટલા લોકોને આ સંક્રમણનો ખતરો છે તે ઓળખ મેળવા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં પહેલા ટેસ્ટિંગ કિટની જે અછત હતી તે હવે નથી અને પર્યાપ્ત માત્રામાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ છે. વધુમાં વધુ લોકોની તપાસ કરવી પડો તો તેના માટે ટેસ્ટિંગ કિટની અછત નહી થવા દેવામાં આવે.

મનીષ સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં જો કોરોના વાયરસના 100 દર્દીઓ દરરોજ થાય તો પણ અમારી તૈયારીઓ પૂરતી છે. ભગવાન કરે એવું થાય પરંતુ જો 500 દર્દીઓ પણ દરરોજ વધે તો પણ દિલ્હી સરકાર તેના માટે તૈયાર છે.