દશેરા પર રક્ષામંત્રીએ કરી શસ્ત્ર પૂજા, કહ્યું- સેના દેશની એક પણ ઈંચ જમીન પર કોઈને નહી કરવા દે કબ્જો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Oct 2020 12:01 PM (IST)
આ અવસર પર ચીનને આકરો સંદેશ આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારત ઈચ્છે કે ચીન અને ભારત વચ્ચે સરહદ પર શાંતિ સ્થાપાય અને તણાવ ખતમ થવો જોઈએ.
નવી દિલ્હી: દશેરાના પર્વ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના દાર્જલિંગના સુકમા યુદ્ધ સ્માર્કમાં શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજર રહ્યાં હતા. આ અવસર પર ચીનને આકરો સંદેશ આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ભારત ઈચ્છે કે ચીન અને ભારત વચ્ચે સરહદ પર શાંતિ સ્થાપાય અને તણાવ ખતમ થવો જોઈએ. પરંતુ હું આશ્વસ્ત છું કે, આપણી સેના દેશની એક પણ ઈંચ જમીન પર કોઈને કબ્જો નહી કરવા દે. રાજનાથસિંહે કહ્યું કે, તાજેતરમાં જ લદ્દાખમાં ભારત-ચીન પર જે ઘટના બની અને જે રીતે આપણા જવાનોએ બહાદુરીથી જવાબ આપ્યો, ઈતિહાસકાર આપણા જવાનોની વીરતા અને સાહસ વિશે સુવર્ણ શબ્દોમાં લખશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ દાર્જિલંગ અને સિક્કિમની મુલાકાતે છે. પોતાના પ્રવાસ દરમિયાન રાજનાથ સિંહે સિક્કિમમાં સીમ સડક સગંઠન( BRO) દ્વારા બનાવવામાં એવીલા એક એક્સલ રોડનું ઈ ઉદઘાટન કર્યું હતું.