મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બને તે પહેલા જ શિવસેનાને 2 અપક્ષ ધારાસભ્યોનો સાથ મળ્યો છે. પ્રહારા જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્યો શિવસનામાં સામેલ થયા છે. અચલપુર વિધાનસભા ક્ષેત્રના બચ્ચૂ કડૂ અને મેલઘાટ વિધાનસભા ક્ષેત્રના રાજકુમાર પટેલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાતે મુલાકાત કરી અને પોતાનું સમર્થન આપ્યું છે.


નાગપુરના રામટેકથી અપક્ષ ધારાસભ્ય આશીષ જયસ્વાલ અને ભંડારાથી નિયુક્ત નરેંદ્ર ભોંડેકરે શનિવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ શિવસેનાએ દાવો કર્યો છે કે બંનેએ પાર્ટીને સમર્થન આપવાનો પ્રસ્તાવ કર્યો છે.

મહારાષ્ટ્રમાં સરકારના બને તે પહેલા જ શિવસેનાએ કડક વલણ અપનાવ્યું છે. શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ અને બરાબરીના મંત્રાલયના વાયદાઓ પર ભાજપ પાસે લેખીતમાં આશ્વાસન માંગ્યું છે. જેના પર સહમતિ ન બનાવાની સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેએ બીજા વિકલ્પો ખુલ્લા હોવાના સંકેત આપ્યા છે.