નવી દિ્લ્લી: ગત નવેમ્બર મહિનામાં અભિનેતા આમિર ખાન દ્ધારા આપવામાં આવેલ અસહિષ્ણુતાવાળા નિવેદનને રક્ષા મંત્રીએ ‘ઘમંડી નિવેદન’ બતાવ્યું અને આ વાતને લઈને કોંગ્રેસ પાર્ટીએ રક્ષામંત્રી મનોહર પર્રિકરની નિંદા કરી છે. કોંગ્રેસ તરફથી માઈક્રોબ્લૉગિંગ સાઈટ ટ્વીટર ઉપર પણ મનોહર પર્રિકર અને ભાજપાની નિંદા કરવામાં આવી છે. પર્રિકરે આમિર ખાનનું નામ લીધા વગર કહ્યું- ‘દેશની વિરુદ્ધ બોલનારા લોકોને એવો જ પાઠ શીખવાડવો જોઈએ, જેવી રીકે એક અભિનેતા અને ઑનલાઈન ટ્રેડિંગ કંપનીને શીખવાડવામાં આવ્યો હતો.’

એક અંગ્રેજી અખબારના મતે, કોંગ્રેસ પાર્ટીએ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું કે, આમિર ખાન મામલામાં મનોહર પર્રિકરનું નિવેદન વિવાદિત છે. શું આજ રાજ ધર્મ છે? આ મામલામાં એક વધુ ટ્વીટ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તરફથી કરવામાં આવી હતી.