નવી દિલ્હી: રાફેલ અંગે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વાત થઈ હવાના દાવાને પૂર્વ સરંક્ષણ મંત્રી અને ગોવાના સીએમ મનોહર પર્રિકરે નકારી દીધો છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે રાહુલ ગાંધીને પત્ર લખીને જણાવ્યું કે, ‘રાહુલજી તમારી સાથે મુલાકાત થઈ હતી, પરંતુ રાફેલ ડીલને લઇને કોઈજ વાતચીત નથી થઇ.’ મનોહર પરિકરને મળ્યા બાદ રાહુલે દાવો કર્યો હતો કે તેમની સાથે રાફેલ મુદ્દે વાત થઇ હતી.


રાહુલ ગાંધીના દાવાને લઇને પરિકરે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં કહ્યું કે રાહુલ ગાંધી સાથે તેઓની માત્ર પાંચ મિનિટ વાત થઇ હતી અને આ મુલાકાતમાં રાફેલ ડીલ મુદ્દે કોઈ જ વાત નથી થઇ. પર્રિકરે કહ્યું કે પોતાના રાજકિય ફાયદા માટે રાહુલ ગાંધીએ દેશ સામે ખોટું બોલ્યા છે.

છેલ્લા લાંબા સમયથી બિમાર ચાલી રહેલા મનોહર પરિકર સાથે રાહુલ ગાંધીએ મંગળવારે મુલાકાત કરી હતી. પરિકર સાથે મુલાકાત બાદ રાહુલે કહ્યું હતું કે, મે ગઇકાલે પરિકર સાથે મુલાકાત કરી, જેમાં પરિકરજીએ ખુદ કહ્યું હતું કે ડિલ બદલતી વખતે પીએમ મોદીએ ભારતના રક્ષામંત્રીને પૂછ્યું ન હતું. રાહુલે આગળ કહ્યું કે રાફેલ પર 3-4 સવાલો કર્યા હતા.. મોટા સવાલ ન હતા. પરંતુ ચોકીદાર આંખામાં આંખ મીલાવી શક્યા ન હતા.