કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના જવાનોની એક કવિતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વીડિયોમાં જે જવાન છે તેનું નામ મનોજ કુમાર છે જે હિમાચલ પ્રદેશના રહેવાસી છે. જે હિમાચલ પોલિસમાં કોન્સ્ટેબલની નોકરી કરે છે. આ વીડિયો ફેસબુક, વોટ્સઅપ અને અન્ય સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. આ વીડિયો ભારતીય સૈનિકોનું જોમ દર્શાવી રહ્યું છે. આ અંગે મનોજ કુમારને જાણકારી થતા તેમણે તમામ લોકોનો આભાર માન્યો છે.
મનોજ કુમારે પોતાના ફેસબુક પેજ પર લખ્યું તે, પ્રિય દેશવાસીઓ મને તમારા તરફથી અપાર સ્નેહ મળ્યો તેના માટે હું તમારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે જ મારી પ્રેરણા છો અને તમારાથી જ મને આગળ વધવાનો જુસ્સો મળે છે. મને મારી જન્મભૂમિ પર ગૌરવ છે. હું એવા કરોડો દેવવાસીઓનો આભાર માનું છું જેમણે મારી ભાવનાઓને માન આપ્યું અને પોતાનો કિંમતી સમય આપીને મારા વીડિયોને જોયો. હું ભારતનો ત્રીજો સ્તંભ ગણાતા મીડિયાનો પણ આભારી છું જેમણે પોત પોતાની ચેનલ્સ પર આ વીડિયો બતાવ્યો. આજે મેં અનુભવ્યું કે ભારતના લોકો જ્યારે કોઈ પર પ્રેમ વરસાવે છે ત્યારે તે દિલ ખોલીને વરસાવે છે. જય હિંદ. જય માં ભારતી. વન્દે માતરમ. જય હિંદની સેના.