નવી દિલ્હી: દિલ્હી ભાજપના અધ્યક્ષ પદ પરથી મનોજ તિવારીને હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર આદેશ કુમાર ગુપ્તાને દિલ્હી ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.



ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ મનોજ તિવારીના નેતૃત્વમાં ઉતરી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારથી મનોજ તિવારીના અધ્યક્ષ પદ પર યથાવત રહેવાની લઈને સંશયની સ્થિતિ હતી. ઉલ્લેખનીય છે કે હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ નિર્ણય કર્યો છે અને મનોજ તિવારીને દિલ્હી ભાજપ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે.

આદેશ કુમાર ગુપ્તા પટેલ નગરથી કોર્પોરેટર છે. આ સિવાય છત્તીસગઢના ભાજપ અધ્યક્ષને પણ હટાવાયા છે. તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાયને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મણિપુરમાં પણ નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરવામાં આવી છે. હવે એસ ટિકેંદ્ર સિંહના હાથમાં મણિપુર ભાજપની કમાન સોંપવામાં આવી છે. ત્રણેય પ્રદેશ અધ્યક્ષની જાહેરાત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિર્દેશ પર કરવામાં આવી છે.