ખેલાડી મનુ ભાકર સાથે દિલ્લી એરપોર્ટ પર ગેરવર્તન થયું હતું. તેમણે આ મુદ્દે આપવિતી પણ જણાવી છે. મનુ ભાકરની મુશ્કેલી વધતા ખેલ મંત્રી રિજિજુએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.


ભારતીય નિશાનબાજ મનુ ભાકરે શુક્રવારે દિલ્લી એરપોર્ટ પર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર અધિકારીઓએ તેને ભોપાલની ફ્લાઇટમાં ન જવા દેતા તેમને રોકી લીધી હતી.  મનુએ આપવિતી કહેતા જણાવ્યું કે, “હું મધ્યપ્રદેશ શૂટિંગ એકેડમીમાં અભ્યાસ કરવા માટે જઇ રહી હતી. પ્રવાસ દરમિયાન મારી પાસે બંદૂક પણ હતી. બંદૂકના કારણે અધિકારીઓએ મને ફ્લાઇટમાં જતા રોકી અને  સાથે આરોપી જેવું વર્તન કર્યું. ત્યાર બાદ ખેલ મંત્રી કિરણ રિજિજૂના હસ્તક્ષેપ બાદ ટ્રાવેલ કરી શકી. આ માટે હું રિજિજુનો આભાર માનું છું”


મનુએ ટવિટ કરી લખ્યું કે, “મને નથી લાગતું કે આ પ્રકારનો વ્યવહાર ઉચિત છે. એર ઇન્ડિયાના ઇન્ચાર્જ મનોજ ગુપ્તાએ અપરાધી જેવો વ્યવહાર કર્યો,. તેમના સુરક્ષા ઇન્ચાર્જને લોકો સાથે યોગ્ય વ્યવહારની તાલીમની જરૂર છે. આશા છે કે, એવિએશન મિનિસ્ટ્રી તેના તરફ ધ્યાન આપશે”


મનુએ જણાવ્યું કે, “નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય  (DGCA)થી હથિયાર લઇ જવાની પરમિશન મળી હતી. તેમ છતાં પણ એરપોર્ટ મારી સાથે અપરાધી જેવો વ્યવહાર થયો”