કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' સુપરહિટ સાબિત થઈ રહી છે. ફિલ્મે એક જ અઠવાડિયામાં 100 કરોડથી પણ વધુ રુપિયાની કમાણી કરી લીધી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને રાજનીતિક નિવેદનબાજી પણ થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ સહિતની અન્ય પાર્ટીઓનું કહેવું છે કે, ફિલ્મમાં સંપૂર્ણ સત્ય નથી બતાવામાં આવ્યું. હવે આ મુદ્દે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલાએ ફિલ્મ પર પોતાની પ્રક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ફિલ્મમાં ઘણા પ્રકારનું જૂઠ બતાવામાં આવ્યું છે.


શું કહ્યું ઓમર અબ્દુલાએઃ
ઓમર અબ્દુલાએ કહ્યું કે,, ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મમાં અલગ-અલગ જૂઠ બતાવાયા છે. જ્યારે કાશ્મીરી પંડિત અહિંયાથી નિકળ્યા ત્યારે ફારુક અબ્દુલા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી નહોતા, એ સમયે રાજ્યપાલનું શાસન હતું અને દેશમાં વી.પી. સિંહની સરકાર હતી જેને ભાજપનું સમર્થન હતું. 


દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક રેલી બાદ મીડિયા સાથે વાતચીતમાં ઓમરે કહ્યું કે, એ સ્પષ્ટ નથી કે આ એક ફિલ્મ છે કે ડોક્યુમેન્ટ્રી છે. તેમણે એ પણ કહ્યું કે, કાશ્મીરી પંડિત એકલા નહોતા જેમને પલાયન કરવું પડ્યું કે જીવ ગુમાવવો પડ્યો. મુસ્લિમ અને શિખ લોકોએ પણ જીવ ગુમાવવો પડ્યો હતો, તેમણે પણ કાશ્મીર છોડવું પડ્યું હતું, તેઓ હજી પણ પરત નથી આવ્યા.






ઓમર અબ્દુલાએ કહ્યું કે નેશનલ કોન્ફરન્સે કાશ્મીરી પંડિતોને સુરક્ષિત પરત લાવવા માટે પોતાના પ્રયત્નો કર્યા હતા અને હજી પણ કરી રહ્યું છે. જો આવા પ્રકારની ફિલ્મો બને છે તો ફિલ્મો બનાવનાર એ ખાત્રી કરવા માંગે છે કે કાશ્મીરી પંડિતો પરત ના આવે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના નિર્માતા કાશ્મીરી પંડિતનો પરત લાવવા નથી માંગતા