Weather 1 March: દેશમાં હવે હવામાનમાં જોરદાર પલટો આવવાનુ શરૂ થઇ ગયુ છે, હૉટ ફેબ્રુઆરી બાદ હવે આજથી માર્ચ મહિનો શરૂ થઇ ગયો છે. માર્ચના પહેલા દિવસે જ હવામાને રૂપ બદલ્યુ છે. હવામાન વિભાગ અનુસર આગામી કલાકોમાં ઉત્તર-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને દિલ્હી એનસીઆરની આપસાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. દિલ્હીની આસપાસનું હવામાન સવારના સમયે ખુશનુમા રહે છે. 


દિલ્હી-એનસીઆરમાં મેક્સિમમ તાપમાન 31.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અનુમાનિત કરવામાં આવ્યુ છે. હવામાન વિજ્ઞાન ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, બુધવારે (1 માર્ચે) દિલ્હી-એનસીઆર અને તેની નજીકના વિસ્તારો યૂપી અને હરિયાણાના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાંપટા આવ્યા હતા. હજુ પણ આગળના કલાકોમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર માર્ચ માહિનાની શરૂઆતમાં કેટલાય વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે.


આ વિસ્તારોમાં વરસાદ પડ્યો - 
હવામાન વિભાગ અનુસાર, આગામી 2 કલાક દરમિયાન દિલ્હી-એનસીઆર (હિન્ડન એએફ સ્ટેશન, ગાઝિયાબાદ, ઇન્દિરાપુરમ) કરનાલ, મેહમ, રોહતક, ભિવાની (હરિયાણા) હસ્તિનાપુર, ચાંદપુર, અમરોહા (યૂપી),ના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદી ઝાંપટા પડી શકે છે. હવાની ઝડપ 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનુ અનુમાન છે. 


 


Gujarat Weather: રાજ્યમાં શિયાળાની ક્યારે થશે સત્તાવાર વિદાય ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Gujarat Weather Update:  શિયાળાને લઈ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં માર્ચના પ્રથમ સપ્તાહમાં શિયાળો વિદાય લેશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવી પડશે. 25 ફેબ્રુઆરીથી સામાન્ય ઠંડીમાં વધારો થશે. સામાન્ય ઠંડીના વધારા બાદ શિયાળો રાજ્યમાંથી વિદાય લેશે.


સામાન્યતઃ ફેબ્રુઆરીના છેલ્લા દિવસો અને માર્ચના શરૃઆતના દિવસો સુંદર મનાય છે. ત્યારે વસંત ખીલે છે ન બહુ ઠંડી, ન બહુ ગરમી પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંત પૂર્વે જ ગરમી વધવા લાગી છે. ઉષ્ણાતમાને ગત કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હીમાં ઉષ્ણતામાન 31.4 ડીગ્રી પહોંચી ગયું હતું જે સામાન્ય કરતા 7 ડીગ્રી વધુ છે. 1969 પછી ફેબ્રુઆરીનો સૌથી ગરમ દિવસ તો સોમવારનો હતો ત્યારે સામાન્ય કરતા 9 ડીગ્રી વધુ ઉષ્ણતામાન રહ્યું હતું અને તે 33.6 ડીગ્રી સેલ્સીયસ સુધી પહોંચી ગયું હતું. 1969 પછી ફેબ્રુઆરીનો આ ત્રીજો સૌથી વધુ ગરમ દિવસ હતો.


હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. અરૃણાચલપ્રદેશમાં ભારે વર્ષાની સંભાવના છે. જો કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હજી થોડી હીમવર્ષા પણ સંભવિત છે ઉપરાંત આછો વરસાદ થવાની પણ શક્યતા છે.


માર્ચ મહિનાથી જ ભીષણ ગરમી શરૂ થઈ જશે









ગરમીથી ઘઉંના પાક ઉપર પડશે અસર


આઇએમડી દ્વારા સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે, માર્ચના અંત ભાગમાં જ સરેરાશ ઉષ્ણતામાન 40 ડીગ્રી પહોંચી જશે તેની સૌથી ખરાબ અસર ઘઉંના પાક ઉપર પડશે તેના ડૂંડા સમય પહેલા જ પાકી શકશે અને ઉત્પાદન ઘટી જશે.