Anant-Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન 12મી જુલાઈએ છે પરંતુ તે પહેલા જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન થવાનું છે. આ પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજરી આપવા પહોંચ્યા છે.
હવે આ ગેસ્ટ લિસ્ટમાં ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગનું નામ પણ જોડાઈ ગયું છે જ્યારે તે જામનગર એરપોર્ટ પર તેની પત્ની પ્રિસીલીયા ચૈન સાથે જોવા મળ્યા હતા. જામનગર એરપોર્ટ પર માર્ક ઝકરબર્ગ અને તેમની પત્ની પ્રિસેલીયા ચૈનનું ગુજરાતી રીતિ-રિવાજ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું.
માર્ક ઝકરબર્ગ પત્ની સાથે જામનગર પહોંચ્યા હતા
ફિલ્મના સમાચારો પર નજર રાખનાર માનવ મંગલાનીએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે લખ્યું, માર્ક ઝકરબર્ગ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિવેડીંગ સેરેમનીમાં ભાગ લેવા માટે પત્ની પ્રિસેલીયા ચૈન સાથે જામનગર પહોંચી ગયા છે. આ તસવીરમાં માર્ક અને પ્રિસીલીયા ચૈન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા પરંતુ તેમનું સ્વાગત હાર પહેરાવીને કરવામાં આવ્યું હતું.
માર્ક ઝકરબર્ગ પહેલા એમાર પ્રોપર્ટીઝના સ્થાપક મોહમ્મદ અલબ્બર પણ જામનગર પહોંચ્યા હતા. અત્યાર સુધી, પોપ સિંગર રિહાન્ના, જે આંતરરાષ્ટ્રીય સ્ટાર છે, તેની ટીમ સાથે અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં પહોંચી હતી. આ સિવાય બિલ ગેટ્સ, વીવી નેવો, સુંદર પિચાઈ જેવી સેલિબ્રિટી જેઓ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે તેમને પણ સામેલ થવાના સમાચાર છે.
'રાધિકા-અનંત પ્રિ-વેડિંગ'માં કોણ કોણ આવી પહોંચ્યા છે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં શાહરૂખ ખાન તેના પરિવાર સાથે પહોંચ્યો છે. આ સિવાય કરીના કપૂર, જ્હાનવી કપૂર, સલમાન ખાન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચી ગયા છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન યોજાશે, જેના માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અંબાણી પરિવાર હાલ જામનગરમાં હાજર છે.