Mask Returns in Delhi: દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. દિલ્હીમાં કોરોના વધતા કેસોને ધ્યાનમાં લેતા ફરી એકવાર માસ્કની વાપસી થઇ છે. બુધવારે યોજાયેલી ડીડીએમની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે દિલ્હીમાં માસ્ક પહેરવુ ફરજિયાત થશે. હવે દિલ્હીમાં માસ્ક નહીં પહેરનારા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.


રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કૉવિડ-19ના કેસો વધતા દિલ્હી ાપદા પ્રબંધન પ્રાધિકરણ (DDMA) એક્ટિવ થયુ અને બુધવારે સવારે એક બેઠક બોલાવવામાં આવી હતી. 


DDMAની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જો કોઇ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમનુ ઉલ્લંઘન કરશે તો તેના પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 


DDMAની બેઠકમાં સ્કૂલો બંધ ના કરવા પર પણ સહમતી બની, વધતા કેસોની વચ્ચે નવી એસઓપી જાહેર કરવામા આવશે. શહેરમાં કૉવિડ-19 ટેસ્ટિંગ વધારવાનો પણ ફેંસલો કરવામાં આવ્યો હતો. 


Corona Cases Today: દેશમાં એક્ટિવ કેસ 12 હજારને પાર, જાણો શું છે કોરોનાની સ્થિતિ
Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 2067 નવા કેસ નોંધાયા છે અને 40 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 1247 નવા કેસ અને માત્ર એક સંક્રમિતનું મોત થયું હતુ. દેશમાં સોમવારે ઘણા દિવસો બાદ બે હજારથી વધુ કેસ નોંધાયા હતા. સોમવારે દેશમાં 2183 નવા કેસ અને 214 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 1150 નવા કેસ નોંધાયા અને 4 સંક્રમિતોના મોત થયા હતા.. શનિવારે 975 નવા કેસ અને માત્ર 4 સંક્રમિતોના મોત થયા હતા.


એક્ટિવ કેસ 12 હજારને પાર- 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 12,340 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,22,006 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,13,248 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 186,90,56,6075 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 17,23,733 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.  


આ પણ વાંચો..... 


ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી


દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ


Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે


Health Tips: ઉનાળામાં લૂથી બચવા માટે ગરમીમાં આ 4 ફૂડને રૂટીન ડાયટમાં કરો સામેલ, કાળઝાળ ગરમીમાં રહી શકશો સ્વસ્થ


કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો