ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરની સમ હોસ્પિટલમાં આગ લાગતા 22 લોકોનાં મોત થયાં છે જ્યારે 30 લોકો ગંભીર છે. આ ઘટના પછી હૉસ્પિટલમાં દાખલ 106 લોકોને 6 જુદી જુદી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના ડાયલિસીસ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે પીડિતોને રાહત મળે તે માટે કેંદ્ર સરકાર સતત ઓડિશાની નવીન પટનાયક સરકાર સાથે સંપર્કમાં છે.
અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેટના જવાનો, સ્વયં સેવકો અને હોસ્પિટલના સ્ટાફે સાથે મળીને મોટા પાયે બચાવ કામગિરી હાથ ધરી હતી, કેમકે 500 જેટલા દર્દીઓ ફસાયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની સાત ગાડીઓ બોલાવવામાં આવી હતી. નાજુક હાલત વાળા દર્દીઓને બીજી હોસ્પિટલોમાં મોકલવા માટે એક ડઝનથી વધારે એમ્બ્યુલંસ લાવવામાં આવી હતી.