શ્રીનગર: જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પેલેટ ગનથી ઘાયલ યુવકનો શબ મળ્યા પછી અશાંત કાશ્મીરમાં મરનાર લોકોની સંખ્યા 81 પહોંચી ગઈ છે. શબ મળ્યા પછી શ્રીનગરમાં તણાવ છે અને હરવન વિસ્તારમાં કર્ફ્યું લાગૂ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે મોડી સાંજે શ્રીનગરના હરવન નિવાસી કિશોર મોમિન અલ્તાફ ગનઈનો મૃતદેહ મળ્યો હતો. તેમને જણાવ્યું કે ગનઈના મૃતદેહ પર પેલેટ ગનની ગોળીઓના નિશાન જોવા મળ્યા છે. તેમને વધુમાં કહ્યું, “શ્રીનગરના હરવન વિસ્તારમાં આજે સવારે કર્ફ્યું લાગૂ કરવામાં આવ્યું છે.”
હરવનમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓની વચ્ચે થયેલા સંઘર્ષમાં આ કિશોર ઘાયલ થયો હતો. તેને જણાવ્યું કે, સંઘર્ષ થયા પછી આ કિશોર ગુમ થયો હતો. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઘાટીના વિભિન્ન વિસ્તારોમાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓની વચ્ચે થયેલા સંઘર્ષમાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
શનિવારે સવારે યુવકની અંતિમ યાત્રામાં જોડાવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. લોકો સુરક્ષાદળો ઉપર પથ્થર ફેંકી રહ્યા હતા. તેમને રોકવા માટે સુરક્ષા દળોને આંસુ ગેસના ગોળા ફેંકવા પડ્યા હતા. શહેરના બીજા વિસ્તારોના લોકોને આ વિસ્તારમાં આવતા રોકવા માટે સુરક્ષાદળોએ ત્યાં કર્ફ્યું લાગૂ કરી દીધો હતો અને ત્યાંના તમામ એંટ્રી પોઈન્ટને બંધ કરી દીધા છે. શ્રીનગરના અન્ય વિસ્તારોમાં બંધ જાહેર કરી દીધો છે.