લખનઉ: બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ અને કેંદ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે પ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂટણીઓને લઈને ત્રણ તલાક અને સમાન ન્યાય અધિકાર જેવા ધાર્મિક મુદ્દાઓને લઈને વિવાદ ઉભા કરી રહી છે જે ખૂબ જ નિંદનીય છે.
માયાવતીએ નિવેદન આપતા કહ્યું કે જ્યારથી કેંદ્રમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની પૂર્ણ બહુમતથી સરકાર બની છે ત્યારથી ભાજપા આરએસએસના સાંમ્પ્રદાયિક અને કટ્ટરવાદી વિચારધારાને કોઈપણ રીતે દેશના લોકો પર લાદવા લાગી છે.
માયાવતીએ કહ્યું મુસ્લિમ પર્સનલ લૉ અને ત્રણ તલાક સમ્બંધિત મુદ્દાઓ તેમજ અત્યંત સંવેદનશીલ કૉમન સિવિલ કૉડ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. આ પહેલા અલીગઠ મુસ્લિમ યુનિવર્સીટી અને દિલ્લીની જામિયા ઈસ્લામિયા યુનિવર્સીટીમાંથી અલ્પસંખ્યક શિક્ષણ સંસ્થાનો હક છીનવી એક શાંત મુદ્દાને બીજી વખત વિવાદ ઉભો કર્યો છે. નરેંદ્ર મોદી સરકારે મુસ્લિમ સર્સનલ લૉ, ત્રણ તલાક અને કૉમન સિવિલ કૉડ જેવા મુદ્દાઓ ઉભા કરી રાજનીતિ શરૂ કરી દિધી છે, જેની બસપા સખ્ત શબ્દોમાં નિંદા કરે છે.