કોલકાતા: સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ અમરસિંહને લઈને ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં બે ભાગલા પડી ગયા છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના પર મુલાયમ સિંહ યાદવ અને સપામાં ભાગલા પડવવાનો આરોપ લગાવ્યો છે. જ્યોરે મુલાયમ સિંહે કહ્યું છે કે અમરસિંહના બધા જ પાપ માફ કરી દેવામાં આવ્યા છે. સોમવારે લખનઉમાં સપા મુખ્યાલયે મુલાયમ સિંહ યાદવે કહ્યું કે અમરસિંહે તેમને જેલમાં જવાથી બચાવ્યા હતા, તેમજ પાર્ટીમાં સિંહની વિરૂધ્ધમાં આંગળી ઉઠાવનારા તેમના પગની ધૂળ બરાબર પણ નથી. લખનઉમા જ્યારે સપાના વરિષ્ઠ નેતાઓ લડાઈ કરી રહ્યા હતા ત્યારે અમરસિંહ કોલકાતામાં હતા. ત્યાં એક સામાજિક કાર્યક્રમમાં અમરસિંહે પ્રધાનમંત્રી મોદીની વાત કરતા ઈશારો કર્યો કે અખિલેશ યાદવે મુલાયમ સિંહ યાદવ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ કારણ કે તેના કારણે જ તે મુખ્યમંત્રી બન્યા છે.
એક સવાલનો જવાબ આપતા અમરસિંહે કહ્યું કે “ જે રીતે આરએસએસનું સર્મથન ન મળ્યું હોત તો મોદી પીએમ ના બની શક્યા હોત, આરએસએસના સર્મથન વગર મોદી શું છે.? તેમની પાછળ આરએસએસ ના હોત તો તે પીએમ પદના ઉમેદવાર પણ ન બની શક્યા હોત.આ કારણે પીએમ ઉમ્મીદવાર બનવા માટે મોહન ભાગવતને વફાદાર રહેવું પડ્યું” ઉત્તર પ્રદેશમાંની સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહ યાદવ જ હવે પાર્ટીનો જીવ છે.