લખનઉ: સપા સુપ્રીમો માયાવતીએ સોમવારે બપોરે લખનઉમાં પ્રેસ કોન્ફરરન્સ સંબોધી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં બસપા સુપ્રીમોએ ગાજીપુરમાં થયેલી પીએમ મોદીની રેલી પર કહ્યું કે લોકો જણાવી રહ્યા છે કે, આ સભામાં લોકો બિહારથી બોલાવવામાં આવ્યા હતા. તેના સિવાય જે લોકોને રેલીમાં બોલાવવામાં આવ્યા હતા, તેમને 250-250 રૂપિયા આપવામાં આવ્યા હતા.
તેમને કહ્યું કે પીએમ મોદીની ગાજીપુર રેલી પુરી રીતે ફ્લૉપ રહી છે, મોદીની આ રેલીમાં ભીડની એક અલગ તસવીર બતાવવામાં આવી છે. રેલી માટે બસો અને ટ્રેન ફ્રી કરવામાં આવી હતી. તેમ છતાં મોદીની આ રેલી ફ્લોપ રહી હતી. તેમને પ્રધાનમંત્રી મોદી પર રેલ્વેને રાજનીતિકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. બસપા સુપ્રીમોએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દૂધના ધોયેલા નથી.