માનહાનિ કેસમાં કોર્ટે એમ.જે. અકબરની માનહાનિની અરજીને ફગાવતાં. પ્રિયા રમાનીને તરફેણમાં નિર્ણય સંભાળવ્યો છે. કોર્ટે પત્રકાર પ્રિયા રામાનીને માનહાનિ માટે દોષી ન ઠેરવતાં આ મામલે નિર્દોષ જાહેર કરી છે.
2018માં મીટૂ અભિયાન દરમિયાન પત્રકાર પ્રિયા રામાનીએ એમ,જે અકબર સામે શોષણનો આરોપ લગાવ્યો હતો. જેના પગલે પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી એમ. જે અકબરે પ્રિયા રામાની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેની સૂનાવણી કરતાં કોર્ટ પૂર્વ મંત્રી અકબરની માનહાનિની અરજીને ફગાવી છે.
ચુકાદા દરમિયાન કોર્ટે કહ્યું કે, પ્રિયા રામાનીની ફરિયાદની અવગણના ન કરી શકાય. જાતીય સતામણી બંધ દરવાજાની પાછળ થતી હોય છે. જે ગુનાને સાબિત કરવો સરળ નથી. કોર્ટે કેસની સુનાવણી કરતા જણાવ્યું કે, જાતીય શોષણની ફરિયાદો કરવામાં મિકેનિઝમનો અભાવ રહે છે. શોષણનો ભોગ બનેલી મોટાભાગની મહિલાઓ લાંછન અને ચરિત્ર હનનના ડરને લીધે અવાજ ઉઠાવવામાં અસમર્થ હોય છે.
આ અગાઉ અકબર અને રામાણીની દલીલો પૂરી થયા બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે 1 ફેબ્રુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો પ્રિયા રામાણીએ ટ્વિટ કહ્યું હતું કે, તે જ્યારે 20 વર્ષ પહેલા એક અંગ્રેજી અખબારમાં ઇન્ટરવ્યુ આપવા ગઇ હતી ત્યારે એમજે અકબર સંપાદક હતા અને નોકરીના ઇન્ટરવ્યૂ દરમિયાન જાતિય શોષણ થયું હતું. તેમણે લખ્યું હતું કે, આ આરોપ બાદ અકબરે 17 ઓક્ટોબર 2018ના રોજ તેમણે પદ પરથી રાજીનામું આપ્યું હતું.
અકબરે 15 ઓક્ટોબર, 2018 ના રોજ રામાણીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમની છબીને દૂષિત કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના પછી, અકબરે 17 ઓક્ટોબર, 2018 ના રોજ કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.
કોર્ટમાં અકબરે શું કહ્યું?
આ અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન, એમ.જે. અકબરે કોર્ટમાં કહ્યું હતું કે, પત્રકાર પ્રિયા રામાણીએ 20 વર્ષ પહેલા તેની સાથે થયેલા જાતીય શોષણના આક્ષેપને સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે તેમના વકીલ દ્રારા કહ્યું હતું કે, પ્રિયા રામાણી એ સાબિત કરવું પડશે. જો તમે તેને સત્ય કહો છો, તો તે સાચું સાબિત થતું નથી. તમે આક્ષેપો સાબિત કર્યા નથી. તમે હજું સુધી ટેલિફોન, કાર પાર્કિંગ અને સીસીટીવી રેકોર્ડ્સ બતાવ્યા નથી. તેમણે જણાવ્યું કે, આ આક્ષેપના કારણે 50 વર્ષની મારી ઇમેજ પર પાણી ફરી વળ્યું.
ME TOO: પૂર્વ કેન્દ્રીય મંત્રી M.J. અકબરની વધી મુશ્કેલી, કોર્ટે પ્રિયા રમાની વિરૂદ્ધ માનહાનિની અરજી ફગાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 03:57 PM (IST)
માનહાનિ કેસમાં કોર્ટે એમ.જે. અકબરની માનહાનિની અરજીને ફગાવતાં, પ્રિયા રમાનીની તરફેણમાં નિર્ણય સંભાળવ્યો છે. કોર્ટે પત્રકાર પ્રિયા રામાનીને માનહાનિ માટે દોષી ન ઠેરવતાં આ મામલે નિર્દોષ જાહેર કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -