નવી દિલ્હી: આખા દેશને હચમચાવી રાખનાર દાદરી કાંડની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. સૂત્રોનો જણાવ્યા અનુસાર, આ ઘટનામાં તોફાની ભીડનો શિકાર બનેલા મોહમ્મદ અખલાકના ઘરે મળેલુ મીટનું ફોરેંસિક તપાસમાં ગૌમાંસ હોવાની સ્પષ્ટતા થઈ છે.


ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2015ની આ ઘટનામાં નોએડાના દાદરી કાંડમાં તોફાની લોકોએ મોહમ્મદ અખલાકના ઘરમાં ઘૂસીને તેની હત્યા કરી નાંખી હતી, જ્યારે તેના પુત્રને ગંભીર રૂપથી ઘાયલ કર્યો હતો. ભીડનો ગુસ્સો એટલા માટે હતો કે મોહમ્મદ અખલાકના ઘરમાં ગૌમાંસ પકાવાતું હતું.

ઉત્તર પ્રદેશ પોલીસે ઘટનાની તપાસ દરમિયાન અખલાકના ઘરથી મળેલ મીટને ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવ્યું હતું. મથુરાની લેબથી તેની તપાસ રિપોર્ટ આવી ગયો છે. જેનાથી ઘટના સ્થળેથી મળેલ મીટને મટન હોવાના બદલે ગૌમાંસ હોવાનો ખુલાસો થયો છે. ખાસ વાત તો એ છે કે, શરૂઆતમાં આ મીટને સરકારી પશુચિકિત્સકોએ બકરાનું માંસ બતાવ્યું હતું. તેના પછી યૂપી સરકારે ગૃહમંત્રાલયને રિપોર્ટ આપ્યો હતો કે અખલાક અને તેના પુત્ર દાનિશ ઉપર અમુક અજાણ્યા વ્યક્તિઓએ પ્રતિબંધિત પશુનું માંસ ખાવાના આરોપના લીધે તેના ઉપર હુમલો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દાદરી કાંડને લઈને વિશ્વભરમાં વિવાદ થયો હતો, અને કેંદ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે મથુરાનો રિપોર્ટથી સ્પષ્ટ છે કે દાદરી કાંડને લઈને છેલ્લાં લગભગ 9 મહિનાથી ચાલી રહેલા વિવાદ હવે નવું રૂપ લઈને આવી શકે છે. યૂપીમાં હવે થોડા મહીનાઓ પછી ચૂંટણી થનાર છે એવામાં આ મામલો ફરીથી ગરમાશે તો નવાઈ નહીં..